આધાર કાર્ડથી સરકારને કરોડોની બચત : વર્લ્ડ બેંક

વોશિંગ્ટન: ભારતના આધાર ડિજિટલ ઓળખ પત્રની પ્રશંસા કરતાં વિશ્વ બેંકે કહ્યું છે કે આ પહેલથી ભ્રષ્ટાચાર પર લગામ કસતાં ભારત સરકારને લગભગ વાર્ષિક એક અરબ ડોલર (લગભગ 650 કરોડ)ની બચત થઇ રહી છે. સાથે જ બહુપક્ષીય સંસ્થાએ કહ્યું કે ડિજિટલ ટેક્નોલોજી સમાવેશ, દક્ષતા અને ઇનોવેશનને પ્રોત્સાહન આપી શકે છે.

વિશ્વબેંકના મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિક બસુએ ડિજિટલ લાભ પર રિપોર્ટ જાહેર કરતાં કહ્યું કે અમારું અનુમાન છે કે આધાર ડિજિટલ ઓળખ પત્રથી ભ્રષ્ટાચાર ઓછો થવાને કારણે ભારત સરકાર માટે વાર્ષિક લગભગ એક અરબ ડોલર (650 કરોડ રૂપિયા)ની બચત થઇ.

આ રાજકોષીય બજેટિંગ માટે મદદગાર છે. અન્ય ઉપયોગી સેવાઓ પુરી પાડવામાં આ મદદગાર છે. તેમણે વિશ્વબેંકના મુખ્યાલયમાં કહ્યું કે ભારતની આધાર ડિજિટલ ઓળખપત્ર સિસ્ટમના દાયરામાં લગભગ એક અરબ લોકો આવી ચૂક્યાં છે જેથી ગરીબો સુધી સેવાઓની પહોંચ સરળ બની ગઇ છે અને સરકાર માટે કલ્યાણકારી સેવાઓની આપૂર્તિ થઇ ગઇ છે.

વર્લ્ડબેંકે કહ્યું કે ભારત પોતાની સંપૂર્ણ 1.25  અરબની વસ્તીના આધારે ડિજિટલ ઓળખ પત્ર પ્રદાન કરવાની પ્રક્રિયામાં છે. બેંકે કહ્યું કે તેનાથી સરકારને પોતાની કલ્યાણકારી યોજાનાઓમાં વંચિતોને સામેલ કરવામાં મદદ મળશે.

You might also like