વર્લ્ડ બેન્કે ૨૦૧૬ માટે ક્રૂડના અંદાજમાં ઘટાડો કર્યો

મુંબઇ: વર્લ્ડ બેન્કે વર્ષ ૨૦૧૬ માટે ક્રૂડ તેલના વૈશ્વિક મૂલ્યના અંદાજમાં ઘટાડો કરી પ્રતિબેરલ ૩૭ ડોલરનો કરી દીધો છે. આ અગાઉ ઓક્ટોબરમાં ૫૧ ડોલર પ્રતિબેરલનું અનુમાન વ્યક્ત કરાયું હતું. ભારતીય બાસ્કેટ ક્રૂડ તેલની કિંમત પાછલાં ૧૪ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઇ છે. વર્લ્ડ બેન્કે તાજેતરમાં જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે પાછલાં વર્ષે ક્રૂડના ભાવમાં ૪૭ ટકાનું ગાબડું પડ્યું છે, જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધી ક્રૂડના ભાવમાં ૨૭ ટકાનો ઘટાડો નોંધાયો છે, જોકે રિપોર્ટમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષના  અંત સુધીમાં વૈશ્વિક ક્રૂડની  કિંમતોમાં સુધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારો થવાની શક્યતાઓ પાછળ ક્રૂડની માગ વધવાના કારણે ભાવ પણ સુધરી શકે છે.

You might also like