આ છે એવું બાઇક જે બુલેટ ટ્રેનને પણ છોડી દે છે પાછળ, જેની કિંમત છે 35 કરોડ

બાઇકનાં દીવાના ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં હોય છે અને દરેકની નજર રહેતી હોય છે કે સૌથી તેજ દોડનારી બાઇક પર. પરંતુ જો આપને એવું કહેવામાં આવે કે આ છે એવી બાઇક કે જે માત્ર દોડતી જ નથી પરંતુ ઉડે પણ છે તો તે આપને હેરાન કરી મૂકશે. કેમ કે આ એક અસંભવ વાક્ય છે કે જે ભાગ્યે જ પૂર્ણ થઇ શકે. પરંતુ આજે અમે તમને એક એવાં જ બાઇક વિશે વાત કરવા જઇ રહ્યાં છીએ કે તે તેટલું બધું ફાસ્ટ દોડે છે કે લોકો તેનાં પર વિચારવા મજબૂર થઇ જશે કે શું આ દોડી રહી છે કે ઉડી રહી છે.

હકીકતમાં અમે વાત કરી રહ્યાં છીએ Dodge Tomahawk બાઇકની. દુનિયાની સૌથી તેજ બાઇકનો તાજ આને માથે છે. આ સુપરબાઇક 672 કિ.મી પ્રતિ કલાકની સ્પીડથી દોડી શકે છે કે જે હેરાન કરી દેનાર છે. આ બાઇકને 15 વર્ષ પહેલા નોન-સ્ટ્રીટ લીગલ કોન્સેપ્ટ રીતે માર્કેટમાં પણ તેને રજૂ કરવામાં આવ્યું હતું. જેની કિંમત 35 કરોડથી પણ વધારે છે.

Dodge Tomahawk નામની આ સુપરબાઇકને 2003માં નોર્થ અમેરિકાનાં ઇન્ટરનેશનલ ઓટો શોમાં રજૂ કરવામાં આવ્યું હતું. જ્યાં આની ડિઝાઇનને લઇને આ આકર્ષક કેન્દ્ર રહ્યું. Dodge Tomahawk સુપરબાઇક 2 સેકન્ડથી પણ ઓછી સેકન્ડમાં 0થી 60 કિ.મીનાં પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.

બાઇકમાં 8.3 લીટરવાળું V-10 SRT VIPER એન્જીન લાગેલ છે કે જે આને 500 hpનો પાવર આપે છે. આ સુપરબાઇક 712એનએમ અને 4200 આરપીએમનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકની કિંમત અંદાજે 35 કરોડ રૂપિયા છે. જેને માત્ર દુનિયાભરમાં નવ લોકોએ જ ખરીદેલ છે.

You might also like