વિશ્વના પ૦ ટકા લોકો ઉપર અંધાપાનો ખતરો

મેલબોર્ન: વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે લગભગ પ અબજ લોકો ર૦પ૦ સુધીમાં નજીકના દ્રષ્ટિદોષથી પીડિત હશે અને જો વર્તમાન ટ્રેન્ડ ચાલુ રહ્યો તો આમાંથી ર૦ ટકા ઉપર અંધાપાનું જોખમ આવશે.  આ દાવો બ્રિએન હોલ્ડેન વિઝન ઇન્સ્ટિટયૂટ, યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલીયા અને સિંગાપુર આઇ ઇન્સ્ટિટયૂટના સંશોધકોએ  કર્યો છે.

આ સંશોધનકારોમાં ભારતીય મૂળના વૈજ્ઞાનિકો પણ સામેલ છે. તેઓના કહેવા મુજબ નજીકની દ્રષ્ટિ દોષને કારણે આંખોની રોશની જવાની સંભાવના વર્ષ-ર૦૦૦ના મુકાબલે ર૦પ૦ સુધીમાં ૭ ગણી વધવાનું અનુમાન છે. આ સિવાય વિશ્વભરમાં સ્થાયી અંધાપનનુ સૌથી મોટું કારણ પણ નજીકની દ્રષ્ટિ દોષ હશે.

સંશોધકોએ એવું સૂચન કર્યું છે કે આંખોની દેખરેખની વ્યાપક યોજના બનાવવાનું જરૂર છે કે જેથી નજીકના દ્રષ્ટિ દોષથી થઇ રહેલો વધારો અટકાવી શકાય. બ્રિએનના પ્રો. નાયડુ કહે છે કે, વર્ષમાં એક વખત આંખની તપાસ કરાવવી જોઇએ કે જેથી જોખમ ટાળી શકાય. ચશ્મા અને ટૂંકી નજરની સમસ્યા પહેલા કરતા ઘણી વધારે થઇ છે. નજીકની ચીજો જોવામાં જ વધુમાં વધુ દ્રષ્ટિ વાપરે છે એને કારણે પણ દૂરનું જોવાની ક્ષમતા જ ઘટી જાય એવી શકયતા છે.

You might also like