વિશ્વના ૩૦ ટોચના નિકાસકર્તા દેશોમાં ભારત ૧૯મા ક્રમે

મુંબઇ: ભારત વિશ્વના ૩૦ નિકાસકર્તા દેશોમાં ૧૯મા ક્રમે જોવાયું છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટ અનુસાર નિકાસકર્તા દેશોની યાદીમાં ચીન પ્રથમ ક્રમે આવ્યું છે તો બીજી બાજુ આયાતકાર દેશોમાં ભારતનું રેન્કિંગ વર્ષ ૨૦૧૫માં એક ક્રમ પાછળ ૧૩મા ક્રમે આવ્યું છે, જે પાછલા વર્ષે ૧૨મા ક્રમે હતું.

ભારતની નિકાસમાં વર્ષ ૨૦૧૫માં ૧૭.૨ ટકાના ઘટાડો નોંધાયો હતો. વર્ષ ૨૦૧૪માં દેશમાં નિકાસ ૩૧૭ અબજ ડોલર, જ્યારે આયાત ૪૬૦ અબજ ડોલર હતી. વૈશ્વિક માગમાં જોવા મળી રહેલા ઘટાડાની અસરે વર્ષ ૨૦૧૫માં નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર કોમર્શિયલ સેવાઓમાં અગ્રણી ૩૦ નિકાસકાર દેશોમાં ભારત આઠમા સ્થાને જોવા મળ્યું છે.

રિપોર્ટના જણાવ્યા અનુસાર દુનિયામાં કુલ ચીજવસ્તુઓની નિકાસ ૧૬,૪૮૨ અબજ ડોલર, જ્યારે આયાત ૧૬,૭૬૬ અબજ ડોલરની જોવાઇ હતી.

You might also like