કામના કલાકો લંબાઇ જતા હોય તો ધબકારાની ગતિ અનિયમિત થઇ શકે

લાંબા કલાકો કામ કરવાની આદત હોય તો એનાથી હાર્ટને તકલીફ પડી શકે છે. વીકમાં ૩પથી ૪૦ કલાક કામ કરનારા લોકોનું હાર્ટ પંચાવન કે એથી વધુ કલાકો કામ કરનારા કરતાં વધુ સ્વસ્થ હોય છે. શરૂઆતમાં તો લાંબા અને વધુ કામના કલાકોની શરીર પર સીધી અસર દેખાતી નથી, પણ દસ વર્ષના ગાળા પછી આટ્રીઅલ ફિબ્રિલેશન એટલે કે હૃદયના ધબકારાની ચોક્કસ રિધમમાં બદલાવ આવે છે. બ્રિટનની યુનિવર્સિટી કોલેજ લંડનના રિસર્ચરોએ ૧૦૦૦ લોકોનો દસ વર્ષનો હેલ્થનો ડેટા એકત્ર કરીને આ તારવ્યું છે. ધબકારામાં અનિયમિતતા લાંબો સમય ચાલે તો એનાથી લોહી ગંઠાવવાની, સ્ટ્રોકનો હુમલો થવાની હાર્ટ ફેલ્યોરનું જોખમ વધી જાય છે.
http://sambhaavnews.com/

You might also like