નવરી રહેતી મહિલાઓને કેન્સર થવાનું જોખમ વધારે રહે છે

સાવધાન! મહિલાઓ માટે ઘરકામ એ સ્વસ્થ રહેવાની ચાવી પણ છે. જે મહિલાઓ કોઈ પ્રવૃત્તિ કર્યા વિના બેઠાડુ જીવન ગાળે છે એ સ્ત્રીઓમાં કેન્સર થવાનું જોખમ ૧૦ ટકા જેટલું વધી જાય છે. બ્રેસ્ટ અને ઓવરીનું કેન્સર સ્ત્રીઓમાં વધારે થાય છે અને એમાં બેઠાડુ જીવન વધુ જોખમી નીવડે છે એવું ભારતીય મૂળના સંશોધકોનું કહેવું છે.

અમેરિકન કેન્સર સોસાયટીનાં સંશોધક અલ્પા પટેલ અને તેમની ટીમે કરેલા અભ્યાસમાં નોંધાયું છે કે જે સ્ત્રીમાં ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય અને વજન વધારે હોય તેમને કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. બેસીને કરવાનાં કામ કરતાં સાવ નવરા બેસી રહેવાનો સમય વધી જાય ત્યારે આ નુકસાન વધે છે. છેલ્લા એક દાયકામાં સ્ત્રીઓમાં નવરાશનો સમય વધ્યો છે.

You might also like