કામ કરીને થાકેલા મજૂર 160 ફૂટ ઊંચા વીજળીના ટાવર ઉપર સૂઈ ગયા

ચીનમાં મજૂરોનું એક ગ્રૂપ ૧૬૦ ફૂટ ઊંચા વીજળીના ટાવર પર સૂતેલું જોવા મળ્યું હતું. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આટલી ઊંચાઈ પર આ મજૂરો નાની નાની સ્ટીલની રોડ પર બેફિકર બનીને સૂઈ રહ્યા છે. આ મજૂરોએ કવચના રૂપમાં બચાવનાં તમામ સાધનો પહેરેલાં છે.

આ વીડિયો શીઆઓ ઝિયાંગ નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અપલોટ કરાયો છે. આ વીડિયો હુનાન પ્રાંતના ચેનઝોઉ શહેરનો છે. ઝીયાંગે જણાવ્યું હતું કે મજૂરો વીજળીનું કામ કરવા માટે થાંભલા પર ચડ્યા હતા. કામ ખતમ થયા બાદ તેઓ થાકી ગયા હતા તો ત્યાં જ સૂઈ ગયા હતા.

બીજિંગ મીડિયાના જણાવ્યા મુજબ શીઆઓ ઝિયાંગ અને તેના મજૂર મિત્રોનું કામ એ છે કે તે લોકો રોજ વીજળીના થાંભલા પર ચડે છે. ઝિયાંગે જણાવ્યું હતું કે મજૂરોનું આ ગ્રૂપ અત્યાર સુધી ૩૨૮ ફૂટ ઊંચા થાંભલા પર ચડી ચૂક્યું છે. ઝિયાંગે જણાવ્યું હતું કે મજૂરોનું આ ગ્રૂપ એક વાર જ્યારે ટાવર પર ચડે છે તો માત્ર લંચ કરવા જ નીચે ઊતરે છે.

વચ્ચે થોડો આરામ કરવા આ જ રીતે પાવરનેપ લઈ લે છે. આ બધું ખતરનાક હોવા છતાં સુરક્ષા ઉપકરણો તેમની સહાયતા કરે છે. સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ યુઝર્સે લખ્યું છે કે તમે અસલી હીરો છો. કોઈકે એમ પણ લખ્યુ છે કે તમારું ધ્યાન રાખજો. તમારો પણ પરિવાર છે.

You might also like