વર્ક સ્ટેશન પર બેસીને ખાવાથી વજન વધી જશે

આ પહેલાં અનેક અભ્યાસમાં કહેવાયું છે કે ટીવી જોતાં જોતાં ખાવાથી વજન વધી જાય છે. એનું કારણ એ હતું કે બીજા કામમાં મગજ પરોવાયેલું હોય ત્યારે તમે કેટલું ખાધું તેનો અંદાજ નથી રહેતો અને વધુ ખવાઇ જાય છે, જે વજન વધારે છે. તાજેતરમાં અમેરિકન રિસર્ચરોએ જણાવ્યું હતું કે આ જ વાત કમ્પ્યૂટર સામે બેસીને નાસ્તો કરનારાઓને પણ લાગુ પડે છે. વ્યગકિત એક કામમાં વ્યસ્ત હોય ત્યારે સાથે નાસ્તો ખાય તો પોતે શું અને કેટલું ખાધું એનું તેને ભાન રહેતું નથી. એટલું જ નહીં વધારે જંક ફૂડ ખાઇ લીધા પછી પણ વ્યકિતને એમ જ લાગે છે કે પોતે બરાબર ખાધું નથી એટલે જમવા બેસે ત્યારે તે કેટલી કેલરી ખાય છે.

You might also like