કરણે કહ્યું હવે નહી કરૂ પાકિસ્તાની કલાકારો સાથે કામ

નવી દિલ્હી : ફિલ્મ નિર્માતા કરણ જોહરે પોતાની ફિલ્મ એ દિલ હે મુશ્કિલમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાનનો સમાવેશ કરવાનાં મુદ્દે મંગળવારે વીડિયો નિવેદન બહાર પાડીને કહ્યું કે ભવિષ્યમાં તેઓ ક્યારે પણ પાકિસ્તાની કલાકારની સાથે કામ નહી કરે. કરણે 1.46 મિનિટનો વીડિયો બહાર પાડીને કહ્યું કે કેટલાક લોકો મારા પર એન્ટિ નેશનલ વ્યક્તિનો થપ્પો લગાવી રહ્યા છે. થોડા સમયથી મારી ચુપકીદી અંગે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા. પરંતુ મારા માટે દેશ સૌથી પહેલા છે. પછી બીજુ બધુ જ છે. હું કહેવા માંગીશ કે મારી ફિલ્મો દ્વારા હું દેશભક્તિ ફેલાવવા માંગુ છુ. હું મારી ફિલ્મો દ્વારા મહોબ્બતનો સંદેશ આપીને દેશભક્તિ કરવા માંગુ છું.

કરણે કહ્યું કે જ્યારે હું ગત્ત વર્ષે સપ્ટેમ્બર ડિસેમ્બરમાં એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મ બનાવી રહ્યો હતો ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અલગ મુકામ પર હતા. આપણી સરકારે શાંતિ સંબંધ માટે પ્રયાસ કરી રહી હતી. હું સરકારનાં હાલનાં નિર્ણયની સાથે છું. જો કે આ ફિલ્મ બનાવનારા 300 ક્રુ મેમ્બર્સની કોઇ ભુલ નથી. માટે આ ફિલ્મને રિલિઝ થવા દેવી જોઇે. હું ભારતીય સેનાની ઇજ્જત કરૂ છું અને તેમને સલામ કરૂ છું. હું કોઇ પણ પ્રકારના આતંકવાદની નિંદા કરૂ છું. હું મારા દેશને સૌથી વધારે પ્રેમ કરૂ છું.

You might also like