અહીં છે વિશ્વનું સૌથી ટોલેસ્ટ-ફાસ્ટેસ્ટ અને લૉન્ગેસ્ટ રોલર કોસ્ટર

વન્ડલેન્ડ થીમ પાર્ક યુકોન સ્ટ્રાઇર નામની રોલર-કોસ્ટર રાઇડર અત્યાર સુધીની વિશ્વની સૌથી લાંબી, સૌથી ઊંચી અને સૌથી ઝડપી રાઇડ હોવાનું કહેવાય છે. ૩૬રપ ફૂટ લાંબી, ૧ર૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ર૪પ ફૂટ ઊંચેથી ૯૦ના ખૂણે ડ્રોપ થતી ૩૬૦ ડિગ્રી લૂપમાં ઊલટાપુલટા કરતી રાઇડ ભલભલા મહારથીઓના હાજાં ગગડાવી નાખે એવી છે. ખાસ કરીને ર૪પ ફૂટ ઊંચેથી જે સીધો ડ્રોપ છે એ હાથપગ ઠંડા કરી દેનારો છે.

પ્રાઇવેટ આઇલેન્ડ પર ખૂલ્યો દુનિયાનો સૌથી મોંઘો રિસોર્ટ: 1 રાતનું ભાડું 70 લાખ રૂપિયા

ત્રણ દિવસ પહેલા જ ફિલિપાઇન્સનાં બનાવા પ્રાઇવેટ આઇલેન્ડ પર દુનિયાનો સૌથી મોંઘો રિસોર્ટ ખુલ્લો મુકાયો છે. ૧પ એકરમાં ફેલાયેલા આઇલેન્ડ પર કુલ છ વિલા છે અને એ દરેકમાં આઠ વ્યક્તિ રહી શકે એવી સુવિધા છે. દરેક વિલામાં સ્વિમિંગપૂલ, હોટ ટબ, ફલોરથી લઇને છત સુધીની ઊંચી બારીઓ અને દરેક રૂમમાંથી દરિયાનો લુક મળે એવી ગોઠવણ છે. જો કે અહીં એક રાતનું ભાડું 70 લાખ રૂપિયા એક વિલાનું ભાડું છે અને અહીં તમારે ઓછામાં ઓછું ત્રણ રાત માટેનું બુકિંગ કરાવવું પડે એમ છે. આ રિસોર્ટના રેસ્ટોરાંમાં સ્થાનિક શાકભાજીઓ અને દરિયામાંથી પકડેલી માછલીઓનું ફૂડ સર્વ થાય છે.

You might also like