અદ્ભુત-અદ્વિતીય વિરાટ

કોલકાતાઃ ભારતે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ૨૦૦૮માં મલેશિયામાં બીજી વાર અંડર-૧૯ વિશ્વ કપ જીત્યો હતો, પરંતુ એ જીતનો હીરો ઉત્તર પ્રદેશનો બેટ્સમેન તન્મય શ્રીવાસ્તવ હતો. તન્મયે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ૨૬૨ રન ફટકારીને ટીમને ખિતાબ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી, પરંતુ ત્યાર બાદ જયારે ટીમ ઇન્ડિયાની પસંદગી થઈ તો તેમાં તન્મયના સ્થાને વિરાટ કોહલીનું નામ હતું. એ સમયે પસંદગીકારોએ નિર્ણયની ઘણી ટીકાઓ થઈ હતી, પરંતુ આઠ વર્ષ બાદ જ્યારે આપણે એ નિર્ણય પર નજર કરીએ તો આપણી સામે એક અદ્ભુત અદ્વિતીય વિરાટ કોહલી નજરે પડે છે.

૧૮ ઓગસ્ટ, ૨૦૦૮ના દિવસે દાંબુલામાં મહેન્દ્રસિંહ ધોનીએ ૧૯ વર્ષીય વિરાટને તેના પહેલા જ મુકાલબલામાં શ્રીલંકા જેવી ટીમ સામે ઓપનિંગમાં ઉતારી દીધો. એ સમયે એ છોકરો ૨૩ બોલમાં એક ચોગ્ગાની મદદથી ફક્ત ૧૨ રન જ બનાવી શક્યો હતો. જોકે પસંદગીકારોનું વિશ્વાસ વિરાટમાં જળવાઈ રહ્યો અને એ જ કારણ કે હાલમં તે દુનિયાનો સૌથી મોટો બેટ્સમેન છે. તે ફક્ત રન જ નથી બનાવતો, બલકે ટીમ ઇન્ડિયાના ખરાબ સમયમાં રન બનાવીને ટીમને જીત અાવે છે. પાછલાં આઠ વર્ષમાં ટીમ ઇન્ડિયાની જીતમાં ૭૫ ટકા મેચમાં વિરાટે રન બનાવ્યા છે.

સચીનની નજીક આવી શકે છે વિરાટઃ
કેટલાક લોકો તો હવે વિરાટની સરખામણી સચીન તેંડુલકર સાથે પણ કરવા લાગ્યા છે. પાકિસ્તાન વિરુદ્ધ અત્યંત દબાણવાળા મુકાબલામાં ત્રણ વિકેટ પડી ગયા બાદ વિરાટે જે ઇનિંગ્સ રમી ટીમ ઇન્ડિયાને વિશ્વ કપમાં પોતાના કટ્ટર હરીફ સામે અજેય રાખી. ૨૭ વર્ષીય કોહલી ૪૧ ટેસ્ટમાં ૧૧ અને ૧૭૧ વન ડેમાં ૨૫ સદી ફટકારી ચૂક્યો છે. ટી-૨૦માં તેની બેટિંગ સરેરાશ ૫૩.૫૫ની છે. વિરાટ આઠ વર્ષમાં જ ૨૫ સદી ફટકારી ચૂક્યો છે. પ્રતિ વર્ષ અને પ્રતિ મેચના હિસાબથી સદી ફટકારવાના મામલામાં કોહલી ભારતના દિગ્ગજ સચીન અને ગાંગુલી કરતા ચઢિયાતો સાબિત થયો છે. વન ડે ક્રિકેટમાં સૌથી વધુ ઝડપી ૬૦૦૦ રન સુધી પહોંચવાનો રેકોર્ડ પણ હવે કોહલીના નામ પર છે.

પિતાના અગ્નિસંસ્કાર છોડીને વિરાટે બેટિંગ કરી હતી
પોતાની લડાયક બેટિંગથી ભારતીય ટીમને સતત જીત અપાવી રહેલાે વિરાટ હાલ તમામ ક્રિકેટ પ્રેમીઓનો લાડકો થઈ ગયો છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રમત પ્રત્યેની આ બેટ્સમેનમાં સમર્પણ ભાવના એ ઉંમરથી છે, જ્યારે એ પરિપક્વ પણ નહોતો થયો. બાળપણમાં પિતાના અવસાન છતાં તે પોતાની ટીમને જીત અપાવા માટે બેટિંગ કરવા પહોંચી ગયો હતો અને ઇનિંગ્સ રમીને પિતાના અગ્નિ સંસ્કારમાં પહોંચ્યો હતો. ૨૦૦૬માં દિલ્હી રણજી ટીમનો મુકાબલો કર્ણાટક સામે હતો. ત્યારે ૧૮ વર્ષનો વિરાટ દિલ્હીની ટીમમાં હતો. જે દિવસે વિરાટે બેટિંગ કરવાની હતી, તેની આગલી રાત્રે તેના પિતાનું અવસાન થયું. કોઈને આશા નહોતી કે વિરાટ મેદાનમાં ઊતરશે.

જોકે બધા લોકોને આશ્ચર્ય એ વખતે થયું, જ્યારે વિરાટ પોતાની ટીમને હારથી બચાવવા માટે મેદાનમાં પહોંચ્યો. તેણે ૯૦ રનની ઇનિંગ્સ રમીને દિલ્હીની હારને ટાળી દીધી. ત્યાર બાદ તે પિતાના અગ્નિ સંસ્કાર માટે પહોંચ્યો. વિરાટના પિતા પણ ઇચ્છતા હતા કે તેનો દીકરો સફળ ક્રિકેટર બને અઆને તેણે એ જ કર્યું.

You might also like