ફક્ત 2 જ રૂ.માં 10 દિવસની અંદર તમારા વાળને બનાવો કાળા અને લાંબા ઘટાદાર

લાંબા અને કાળા વાળ રાખવાની ઇચ્છા તો દરેક છોકરીઓને હોય જ છે. કેમ કે લાંબા અને ઘટાદાર કાળા વાળ એ છોકરીઓની સુંદરતામાં વધારો કરે છે અને સાથે-સાથે તેઓનો આત્મવિશ્વાસ પણ વધારે છે. બદલાતી લાઇફસ્ટાઇલને લઇને આજે મહિલાઓમાં વાળ ખરવાની સમસ્યામાં પણ વધારો થતો જાય છે.

પરંતુ હવે આપે આ સમસ્યાને લઇને પરેશાન થવાની જરૂર નથી. ત્યારે આજે અમે આપને જણાવીશું કે કેવી રીતે ફક્ત 2 રૂ.માં કૉફીનો ઉપયોગ કરીને આપ આપનાં વાળને લાંબા અને કાળા બનાવી શકો. તો આવો જાણો શું છે આ માટેની ટિપ્સ…

કૉફી આપણાં શરીરનાં થાકને દૂર કરે છે અને સાથે-સાથે તમને ફ્રેશ પણ રાખે છે પરંતુ આપને કદાચ ભાગ્યે જ માલુમ હશે કે કૉફી એ આપનાં વાળ માટે પણ ઘણી ફાયદાકારક છે. કૉફીમાં ઉપલબ્ધ કૈફીન એ વાળોને વધુ આગળ વધારવામાં મદદ કરે છે. તો આવો જાણીએ કે તમારા વાળને કાળા અને લાંબા બનાવવા માટે કૉફીનો ઉપયોગ કેવી રીતે કરવો.

આને માટે સૌ પહેલાં આપે કૉફી પાવડર અને ઓલિવ ઓઇલ લેવું. ત્યારે સૌ પહેલાં આપે એક કટોરીમાં 50 મિલી ઓલિવ ઓઇલ લઇ લો. હવે આની અંદર 4 ચમચી કૉફી પાવડરને ભેળવીને તેનું બરાબર મિશ્રણ કરી લો. તેનું બરાબર મિશ્રણ કર્યા બાદ તેને 5 મિનીટને માટે આમ જ છોડી દો.

5 મિનીટ બાદ એક પાત્રમાં ધીમા તાપે 5 મિનીટ સુધી બરાબર પકાવો. હવે ગેસને બંધ કરી દો અને આને બરાબર ઠંડુ કરી દો. હવે આને ખૂબ સારી રીતે હલાવીને તેને એક બોટલમાં ભરીને રાખો. તો લો હવે તૈયાર છે આપનાં માટેનું આ તેલ. હવે આ તેલને સપ્તાહમાં બેથી ત્રણ વાર વાળ ધોવાનાં એક કલાક પહેલા આને માથા ઉપરનાં વાળની ચામડીમાં ઉંડાણપૂર્વકથી સારી રીતે લગાવીને તેની બરાબર મસાજ કરો.

You might also like