ભારતમાં જન્મી અદ્ભુત બાળકી : 48 કલાક બાદ થયું મોત

નાગપુર : ભારતમાં જન્મેલી એક દુર્લભ આનુવાંશિક બીમારીથી ગ્રસ્ત બાળકીનું મોત નિપજ્યું હતું. 11 જૂને નાસિકની લત્તા મંગેશકર હોસ્પિટલમાં મોડી રાત્રે 12.45 વાગ્યે જન્મેલી બાળકી ડૉ.પ્રાચી દીક્ષિતે કરાવ્યો હતો. બાળકી હર્લીક્વીન એચથિયોસિસ નામની દુર્લભ બિમારીથી ગ્રસ્ત ભારતમાં જન્મ લેનારો આ પહેલો મુદ્દો હતો. આ અલ્પવિકસિત નવજાતનાં શરીર પર ચામડી હતી જ નહી. તે ચામડી વગર જ જન્મી હતી. બાળકી નેત્રહીન હતી.

આ બાળકી વાડીનાં કિસાન દંપતીનું પહેલું બાળક હતું. બાળકીને આઇસીયુમાં રાખવામાં આવી હતી. તેની દેખભાળમાં ડોક્ટરોની એક પેનલ લગાવવામાં આવી હતી. બાળકીનું શરીર ખુબ જ વિકૃત દેખાતું હતું. જો કે ત્વચા ન હોવાનાં કારણે તેનાં તમામ આંતરિક અંગો દેખાતા હતા. તેનાં કારણે તેનાં શરીરનાં તાપમાનને સામાન્ય રાખવાનું પણ મુશ્કેલ હતું. તેનાં શરીરમાં હથેળી, આંગળીઓ અને પેરનાં પંજાઓ વિકસિત જ નહોતા થયા. તેનાં ચહેરામાં પણ આંખનાં સ્થાને બે લાલ રંગનાં માંસનાં લોચા હતા.

બાળકીનાં શીરરનાં નાક પણ ન હતું. માત્ર બે છેદ અને ચહેરા પર કાન પણ નહોતા. શિશુ વિશેષજ્ઞ યશા એ બનેટનું કહેવું છે કે આ દેશનું પહેલુ હર્લીક્વીન બેબી હતું. આ પ્રકારનાં બાળકોની ત્વચા નથી હોતી. જેટલા ભાગમાં હોય છે તે પણ તરડાઇ ગયેલી હોય છે. આ પ્રકારનાં બાળકો ખુબ જ સરળતાપુર્વક કોઇ પણ રોગનો ભોગ બનતા હોય છે. પ્રખ્યાત બાળ વિશેષજ્ઞ અવિનાશ બનેટે જણાવ્યું કે આ પ્રકારનો એક કિસ્સો 2014માં છત્તીસગઢનાં બસ્તરમાં પણ જોવા મળ્યો હતો. પરંતુ તેને ડોક્ટરીય આધાર પર બિમારીનો શિકાર સાબિત નહોતી કરી શકાઇ.જ્યારે 1750થી અત્યાર સુધીમાં આ પ્રકારનાં 12 જેટલા કેસ નોંધાયા છે.

You might also like