‘વન્ડર વુમન -2’ નું શૂટિંગ અટકાવાયુ, આ છે કારણ…

 

વન્ડર વુમનમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનાર ઇઝરાયલી અભિનેત્રી ગેલ ગેડોટને દરેક લોકો પસંદ કરે છે. વંડર વુમનમાં પ્રથમ વખત લોકોએ ગેલને એક સુપર વુમનના કિરદારમાં જોઇ. પ્રથમ સીરીઝ એટલી હિટરહી કે વંડર વુમન-2ની શૂટિંગની ખબર આવવા લાગી.

પરંતુ આ ફિલ્મ માટે તમારે થોડી રાહ જોવી પડી શકે છે અને આ ફિલ્મનું શૂટીંગ જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે. પહેલા સમાચાર એ આવ્યા હતા કે ફિલ્મ યુકેમાં કરવામાં આવશે, પરંતુ હવે  આ ફિલ્મ ઉત્તર વર્જિનિયા / કોલંબિયા જિલ્લાની આસપાસ શૂટિંગ કરવામાં આવશે.

તાજેતરમાં ઇઝરાયેલી અભિનેત્રી ગેલેગડોટે તેમની ફિલ્મમાં વિગના સમાવેશનો સ્વાગત કર્યો હતો. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી ગેડોટ ટ્વિટ કર્યું, ફિલ્મમાં ક્રિસ્ટનનું સ્વાગત કરવા માટે હું ઘણી ઉત્સાહિત છું. આ વંડરફુલ હશે. તે વંડર વુમન-2માં ખલનાયિકાનું ભૂમિકા ભજવશે. વંડર વુમનનો  2017ની સુપરહિટ ફિલ્મમાં સમાવેશ થાય છે.

You might also like