મહિલાને ‘હની’ કે ‘બેબી’ કહેતાં પહેલાં વિચારી લેજો, કેમ કે?

પુરુષ અને સ્ત્રી પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે એકબીજાને લાડકા નામથી બોલાવતાં હોય છે. પુરુષો મોટા ભાગે તેમની પત્ની કે પ્રેમિકાને ‘હની’ કે ‘બેબી’નું સંબોધન કરતાં હોય છે પણ હવે આ શબ્દો તમને જેલના સળિયા પાછળ પણ ધકેલી શકે છે. તેનું કારણ એવું છે કે, ઘણાં લોકો આ નામનો ઉપયોગ કરીને છોકરીઓની છેડતી કરતાં હોય છે.

ઉત્તરાખંડ રાજ્યમાં આવી બાબતોને લઈને ૧૧૧૮ ફરિયાદો નોંધાઈ છે. જો કે આ ફરિયાદોમાં મોટાભાગની મહિલાઓ હેરેસમેન્ટનો ભોગ બનેલી છે. મહિલાઓની ફરિયાદોને ધ્યાનમાં લઈને સ્ટેટ વુમન કમિશને કહ્યું હતું કે, “મહિલાઓનું નામ લઈને વારંવાર અપમાનજનક ટિપ્પણી કરવી, કમેન્ટ્સ-જોક્સ કરવાં, વાંધાજનક ચિત્રો-સંદેશા દર્શાવવાં, અંગત જીવન વિશે અફવા ફેલાવવી જેવી બાબતો હવેથી હેરેસમેન્ટ અંતર્ગત આવશે. વાંધાજનક ટિપ્પણી અથવા તો અભદ્ર રીતે ઈશારા કરનારાને આઈપીસી કલમ ૫૦૯ હેઠળ એક વર્ષની જેલ થઈ શકે છે.”

ઉત્તરાખંડ વુમન્સ કમિશનનાં પ્રમુખ સરોજિની કૈન્તુરાએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, “અમે ઈચ્છીએ છીએ કે પુરુષો સ્ત્રીઓ સાથે સન્માનજનક વર્તન કરેે. જ્યારે યુવકો હદ વટાવે ત્યારે યુવતીઓને અહેસાસ થવો જોઈએ કે તેમની સાથે અમે છીએ.” કમિશન આગામી સમયમાં સ્કૂલ-કૉલેજમાં જાગૃતિ લાવવા માટે સ્પેશિયલ સેન્સેશન કેમ્પનું આયોજન કરશે. આશા રાખીએ કે મહિલા મુખ્યમંત્રીવાળા ગુજરાત રાજ્યમાં પણ આવાં કડક પગલાં ભરાય અને મહિલા સુરક્ષામાં વધારો કરાય.

You might also like