હાર્દિકનાં વળતા પાણી : સમાજે જ હાર્દિક ગો બેકનાં નારા લગાવ્યા

આણંદ : જિલ્લાના કરમસદમાં હાર્દિક પટેલના એક કાર્યક્રમમાં હાર્દિકનો વિરોધ કર્યો હતો. હાર્દિક પટેલના આગમન પહેલા કાર્યક્રમ સ્થળે સ્થાનિકો દ્વારા હાર્દિક ગો બેકના નારા લગાવામાં આવ્યા હતા. ગ્રામજનોએ કાળા વાવટા પણ ફરકાવ્યા હતા અને હાર્દિક વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તો સરદાર વલ્લભભાઈ પટેલના વારસદાર સમીર પટેલે પણ હાર્દિકને ખુલ્લો પત્ર લખીને સરદારને બદનામ ન કરવાની અપીલ કરી હતી.

આજે બપોરે સરદાર પટેલના વતન કરમસદ ખાતે પાસ કન્વીનર હાર્દિક પટેલની મુલાકાત પહેલા જ કરમસદ બસ સ્ટેન્ડ, સરદાર પટેલના નિવાસ સ્થાન સહીત તમામ રસ્તાઓ ઉપર હાર્દિક પટેલ ‘ગો બેક’ ના બેનરો લાગ્યા છે. તો એક તરફ વેલકમના બેનરો લગતા બેનર વોર થયું છે.

હાદિક પટેલ ઉપર કરમસદ ગ્રામજનોના નામે લાગેલ બેનરોમાં સરદાર પટેલની કર્મભૂમિનો ઈતિહાસ છે કે પાટીદાર સમાજ શાંતિ પ્રિય અને સત્ય સાથે રહેનાર છે હાર્દિકના ખોટા ઈરાદાને લઇ ગેરમાર્ગે દોરી ગયેલ અંદોલનના બહાને પોતાનો સ્વાર્થ ખાટવાનો ઈરાદો છે. તે સહીતના અનેક આક્ષેપો કરતા બેનરો લાગ્યા છે. હાલ તો કરમસદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

You might also like