મહિલા ક્રિકેટમાં ‘લેડી સચીન’ મિતાલી રાજનો દબદબો

જયપુર : તા.૯ ડિસેમ્બર, ૧૯૮રના રોજ રાજસ્થાનના જોધપુરમાં જન્મેલી જમણેરી બેટ્સમેન મિતાલી રાજ છેલ્લા એક દાયકાથી પણવધુ સમયથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શિરમોર ખેલાડી છે. ૩ર વર્ષીય મિતાલી હાલ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે. ક્રિકેટ ઉપરાંત તેને ડાન્સનો પણ શોખ છે. તેણે સત્ત્।ાવાર રીતે ભરત નાટ્યમની ટ્રેનિંગ પ્રાપ્ત કરી છે અને અનેક સ્ટેજ કાર્યક્રમ આપ્યા છે. દેશનો ચોથા નંબરનો સૌથી મોટો નાગરિક ઇલ્કાબ પદ્મશ્રી પ્રાપ્ત કરનાર મિતાલી રાજને મહિલા ક્રિકેટની લેડી સચીન તેંડુલકર તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે તેણે વન ડે ક્રિકેટમાં પ,૦૦૦ રન પૂરા કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ રેકર્ડ કરનાર ભારતની તે પ્રથમ અને વિશ્વની બીજા નંબરની બેટ્સમેન છે. મિતાલીએ વર્ષ ર૦૧૦, ર૦૧૧ અને ર૦૧રમાં આઇસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.મિતાલીનું માનવું છે કે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાની જરૃર છે અને તેના માટે સારા સ્પોન્સર્સે આગળ આવવું જોઇએ. તેણે જણાવ્યું છે કે તે ટીવી પર સચીન તેંડુલકરની બેટિંગની કમાલ સતત જોતી રહેતી હતી અને તેને સચીનના સ્ટ્રેટ ડ્રાઇવ અને સ્કવેરકટ ખૂબ જ પસંદ છે.

કેપ્ટન મિતાલી રાજે વનડે ઇન્ટરનેશનલ મેચમાં પ્રથમ વાર ૧૯૯૯માં ભાગ લીધો હતો. તેણે પોતાની પ્રથમ મેચમાં જ નોટઆઉટ ૧૧૪ રન કર્યા હતા. મિતાલીએ અત્યાર સુધીમાં ૧પ૭ મેચમાં૪૮.૮રની એવરેજથી પ૦ર૯ રન બનાવ્યા છે, જેમાં પાંચ સેન્ચુરી અને ૩૭ હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે.

જમણેરી બેટ્સમેન મિતાલી રાજે ર૦૦૧૦રમાં ઇંગ્લેન્ડ વિરુદ્ઘ ટેસ્ટ કરિયરની શરૃઆત કરી હતી. તે પ્રથમ મેચમાં ખાતું ખોલી શકી ન હતી અને ૦ રન પર આઉટ થઇ ગઇ હતી, પરંતુ ત્યાર બાદ તેણે પોતાની મહેનતના જોરે એવો મુકામ બનાવ્યો હતો કે જે હંમેશાં લોકોને યાદ રહેશે. મિતાલીએ આંતરરાષ્ટ્રીય મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ર૧૪ રનનો હાઇએસ્ટ રનનો વિક્રમ સ્થાપ્યો હતો. ર૦૦૩માં મિતાલીને અર્જુન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મિતાલીએ ૧૦ ટેસ્ટમાં એક સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરીની મદદથી ૬૩૩ રન બનાવ્યા છે અને ૪૯ ટીર૦માં ૧૩૦૩ રન બનાવ્યા છે.

You might also like