મહિલા દિને મોદીની શુભેચ્છા: નારીશક્તિને સલામ

નવી દિલ્હી, બુધવાર
આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા િદવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે નારીશક્તિને સલામ. મહિલાદિન નિમિત્તે મહિલાઓને શુભેચ્છા આપતાં નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે નારીશક્તિના અટલ જુસ્સા, સંકલ્પ અને સમર્પણને આંતરરાષ્ટ્રીય મહિલાદિને મારી સલામ.

આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ પોતાની સ્ટાઈલમાં આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી કરી રહ્યું છે. ગૂગલ ડૂડલ દ્વારા દુનિયાની મહિલાઓના સશક્તિકરણ, શિક્ષણ અને વિશ્વમાં તેમના યોગદાન અને પ્રદાનને યાદ કરી રહ્યું છે. મંગળવારે રાત્રે ઘડિયાળના બે કાંટા જેવા બાર પર પહોંચ્યા કે આંતરરાષ્ટ્રીય મહિલાદિનને સમર્પિત ડૂડલ ગૂગલના હોમ પેજ પર આવી ગયું હતું. આ ડૂડલમાં આઠ તસવીરો મૂકવામાં આવી છે અને આ રીતે પિક્ચર ગેલેરી તૈયાર કરાઈ છે.

ગૂગલના ડૂડલની પ્રથમ તસવીરમાં એક વડીલ મહિલા ખુરશી પર બેઠાં છે અને એક બાળકી પુસ્તક લઈને તેમની પાસે ઊભી છે. બંને વચ્ચે કોઈ વાતચીત થઈ રહી છે. આ તસવીરમાં દર્શાવાયું છે કે નાની કે દાદી જેવી દેખાતી આ વડીલ મહિલા બાળકીને મહિલાઓની વિવિધ ક્ષેત્રે થઈ રહેલી કામગીરી અંગે જણાવી રહી છે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે દાદી-નાની સાથે વાતચીત બાદ બાળકી એકલી બેસીને ૧૩ મહિલાઓની કહાણી અંગે વિચારી રહી છે.
http://sambhaavnews.com/

You might also like