શું ગુરુવાર મહિલા ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક દિવસ બનશે?

નવી દિલ્હીઃ આવતી કાલે ગુરુવાર – ૨૦ જુલાઈ… આ દિવસ ભારતીય ક્રિકેટ માટે એક યાદગાર અને ઐતિહાસિક દિવસ બની શકે છે. ભારતીય મહિલ ક્રિકેટ ટીમ વિશ્વકપની સેમિફાઇનલમાં દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ટીમ સામે ટકરાવાની છે. જો ભારતની દીકરીઓ જીત હાંસલ કરવામાં સફળ રહી તો તે વિશ્વકપની ફાઇનલમાં બીજી વાર સ્થાન મેળવવામાં સફળ રહેશે.

મહિલા વિશ્વકપના ઇતિહાસમાં જેટલી વાર સેમિફાઇનલમાં ફોર્મેટ સાથે ટૂર્નામેન્ટ રમાઈ છે તેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચોથી વાર સેમિફાઇનલ સુધી પહોંચી છે. ૧૯૯૭ની સેમિફાઇનલમાં ભારતીય ટીમ હારી ગઈ હતી, ૨૦૦૦ની સેમિફાઇલમાં પણ ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકામાં આયોજિત થયેલા ૨૦૦૫ના વિશ્વકપની સેમિફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને માત આપીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, જોકે ફાઇનલમાં ભારતીય મહિલા ટીમ હારી ગઈ હતી.

આજથી ૧૨ વર્ષ પહેલાં ૨૦૦૫માં ભારતીય ટીમ મિતાલી રાજની કેપ્ટનશિપમાં જ વિશ્વકપ રમવા ઊતરી હતી. એ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૯૮ રનથી કારમો પરાજય આપ્યો હતો. ભારતીય ટીમમાં આજે ઘણી ખેલાડીઓ બદલાઈ ચૂકી છે, પરંતુ જોશ અને ઉત્સાહ અગાઉ કરતાં પણ વધુ છે. ભારતીય ટીમ જો આવતી કાલે ઓસ્ટ્રેલિયાને બહારનો રસ્તો દેખાડી દેવામાં સફળ થશે તો તેની અત્યાર સુધીની સૌથી મોટી સફળતા સાબિત થશે.

આવતી કાલે મહિલા ક્રિકેટ વિશ્વમાં નંબર વન ઓસ્ટ્રેલિયાની ટીમ છે, પરંતુ મોટા ભાગના લોકોનું માનવું છે કે રેન્કિંગમાં ચોથા સ્થાને રહેલી ભારતીય ટીમ જીતી શકે છે. આનું કારણ ટીમની વર્તમાન ખેલાડીઓની સાથે સાથે તેના કોચ તુષાર આરોઠે પણ છે. ટીમનાે કોચ તુષાર વર્ષ ૨૦૦૯થી ટીમ સાથે જોડાયેલો છે અને એ દરમિયાન ભારતીય મહિલા ટીમે ઘણાં સારાં પરિણામ આપ્યાં છે. તુષાર ટીમમાં મોટા ફેરફાર કરવાથી જરાય અચકાતો નથી. એકતા બિષ્ટ જેવી સ્ટાર સ્પિનરને બહાર બેસાડીને તેણે અચાનક રાજેશ્વરી ગાયકવાડને ન્યૂઝીલેન્ડ સામેની મહત્ત્વપૂર્ણ મેચમાં તક આપી. બધા તેના આ નિર્ણય પર સવાલો ઉઠાવતા હતા, પરંતુ ગાયકવાડે ૧૫ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી લીધી અને ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ.
http://sambhaavnews.com/

You might also like