૧૦૬ વર્ષનાં વેલાને ઘંટ વગાડી મહિલા વિશ્વકપની શરૂઆત કરાવી

લંડનઃ મહિલા ક્રિકેટ વિશ્વનાં સૌથી મોટી ઉંમરનાં ખેલાડી એલીન વેલાન (૧૦૬ વર્ષ)એ ગઈ કાલે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઘંટ વગાડીને આઇસીસી મહિલા વિશ્વકપની ફાઇનલ મેચની શરૂઆતની પરંપરા નિભાવી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે ગઈ કાલે ખિતાબી મુકાબલો રમાયો હતો. લંડનમાં ૩૦ ઓક્ટોબર – ૧૯૧૧ના રોજ જન્મેલાં વેલાન ૧૯૩૭થી ૧૯૪૯ દરમિયાન ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ તરફી સાત ટેસ્ટમાં રમ્યાં હતાં. તેમણે બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને બાદમાં પણ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. વેલાને જૂન, ૧૯૩૭માં નોર્થહેમ્પ્ટને ઓસ્ટ્રેલિયા સામે પદાર્પણ કર્યું હતું અને ૧૯૪૯માં ઓકલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડ સામે પોતાની અંતિમ ટેસ્ટ રમ્યાં હતાં. વર્ષ ૨૦૧૧માં વેલાન ૧૦૦ વર્ષ પૂરાં કરનાર વિશ્વનાં પ્રથમ મહિલા ખેલાડી બન્યાં હતાં. વેલાનનું કહેવું છે કે યોગ અને સ્વસ્થ ભોજન જ આટલી લાંબી ઉંમરનું રહસ્ય છે.
http://sambhaavnews.com/

You might also like