મહિલાઅો શા માટે ડોનાલ્ડ ટ્રમ્પને ગર્ભનિરોધકનાં બિલ મોકલી રહી છે?

વોશિંગ્ટન: અોબામા કેરના ગર્ભનિરોધક જનાદેશને પરત લેવા માટે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી પરેશાન મહિલાઅો હવે વ્હાઈટ હાઉસમાં ગર્ભનિરોધક બિલ મોકલી રહી છે. ધ હિલ મેગેઝિન મુજબ ‘ધ કિપ બર્થ કન્ટ્રોલ, કોપે ફ્રી’ અભિયાનને એક વેબસાઈટ બનાવી છે જ્યાં મહિલાઅો વ્હાઈટ હાઉસને પોતાનાં બિલ મોકલી શકે છે.

જો અા અભિયાન અાગળ કવર કરવાનો નિર્ણય ન લેવાયો તો ગર્ભનિરોધક પર મહિલાઅો વેબસાઈટ પર ગર્ભનિરોધક ચિઠ્ઠીઅો નાંખી શકે છે અને તેઅો તેને વ્હાઈટ હાઉસ તેમજ સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગમાં મોકલી દે છે. ટ્રમ્પ પ્રશાસનેે અા મહિનાની શરૂઅાતમાં અોબામા કેરના અે નિયમને પરત લેવાની જાહેરાત કરી હતી જેમાં કર્મચારીઅો પોતાની સ્વાસ્થ્ય દેખભાળ યોજનાઅોમાં ગર્ભનિરોધકને પણ સામેલ કરી શકતા હતા.

ટ્રમ્પ પ્રશાસનના અા નિર્ણયથી લાખો અમેરિકી મહિલાઅો પ્રભાવિત થઈ છે. જેમને પહેલેથી જ ગર્ભનિરોધકના ખર્ચની પૂર્તિ થતી હતી. અોબામા કેરને અમેરિકી સુપ્રીમ કોર્ટમાં પડકાર અપાયો હતો. જેમાં ૨૦૧૪માં નિર્ણય લેવાયો હતો કે ફેમીલી પ્રાઈવેટ કંપનીઅો ધાર્મિક અાધાર પર મહિલા કર્મચારીઅોને ગર્ભનિરોધક કવરેજ નહીં અાપવાની પસંદગી કરી શકે છે.

You might also like