અહી બુરખો પહેરનાર સ્ત્રી પાસેથી વસુલાશે 6 લાખનો દંડ

લંડન : સાઉથ સ્વિત્ઝરલે્ડનાં ટિચીનો વિસ્તારમાં મહિલાઓને બુરખો અને નકાર પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ કાયદાને તોડનાર વ્યક્તિ પાસેથી 6500 પાઉન્ડ (લગભગ સાડા છ લાખ રૂપિયા)નો દંડ વસુલવાનું પણ પ્રાવધાન રાખવામાં આવ્યું છે.

આ નિર્ણય આતંકવાદી હૂમલાની આશંકાને પગલે લેવામાં આવ્યો છે. સાઉથ સ્વિત્ઝરલેન્ડનાં ટિચીનો વિસ્તારની સંસદે સોમવારે આ કાયદાને મંજુરી આપી દીધી હતી. સ્વિસ ન્યૂઝ સાઇટનાં અનુસાર આના હેઠળ મુસ્લિમ મહિલાઓને સંપુર્ણરીતે ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં હવે મહિલાઓને જાહેર સ્થળ પર અને દુકાનો, રેસ્ટોરન્ટ, પબ્લિક બિલ્ડિંગ અને ગાડીની અંદર પણ બુરખો કે નકાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પ્રવાસીઓએ પણ કડક રીતે આ કાયદાનું પાલન કરવું પડશે.

સંસદમાં આ કાયદાને અંતિમ મોહર લગાવતા પહેલા સપ્ટેમ્બર 2013માં તેનાં મુદ્દે આ વિસ્તારમાં જનમતસંગ્રહ કરાવવામાં આવ્યો હતો, જેને બેતૃતિયાંશ નાગરિકોએ આ પ્રતિબંધનું સમર્થન કર્યું હતું.

You might also like