સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાધો

અમદાવાદ: સાસરિયા દ્વારા અાપવામાં અાવતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગયેલી એક પરિણીતાએ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી લેતાં વેજલપુર પોલીસે અા અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અા અંગેની વિગત એવી છે કે વેજલપુરમાં જીવરાજપાર્ક ખાતે અાવેલી ભાલેશ્વર સોસાયટીમાં રહેતી મીનાબહેન દીપકભાઈ પરમાર નામની ૨૧ વર્ષની પરિણીતાએ બે દિવસ અગાઉ સાંજના સુમારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી.

દરમિયાનમાં અાત્મહત્યા કરનાર યુવતીના પિતા અશોકભાઈ તુલસીભાઈ પરમારે અા અંગે પોલીસ ફરિયાદ કરી જણાવ્યું હતું કે તેની પુત્રી મીનાએ પતિ દીપક અને સાસુ ઉષાબહેનના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી જઈ અા અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે ફરિયાદના અાધારે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like