જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજોની ઢાલ સામે સેનાએ બનાવ્યો નવો પ્લાન

ટૂંક સમયમાં મહિલાઓની ભરતી સેનામાં કરવામાં આવશે. સેના અધ્યક્ષ બિપિન રાવતે જણાવ્યું છે કે અલગ-અલગ અભિયાન દરમિયાન એવી જરૂરિયાત લાગી છે. સેનાના પ્રમુખ બિપિન રાવતે કાશ્મીર માટે નવો પ્લાન તૈયાર કર્યો છે. જવાનોની રેન્કમાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે. હવે લેડી આર્મી પથ્થરબાજોનો ઇલાજ કરશે. જમ્મ-કાશ્મીરમાં પથ્થરબાજોની ઢાલ માટે સેનાએ નવો પ્લાન બનાવ્યો છે. મહિલા પ્રદર્શનકારીઓની સામે નિપટવા સેનામાં મહિલાઓની ભરતી કરવામાં આવશે. આમ, હવે કાશ્મીરમાં લેડી આર્મી પથ્થરબાજોનો ઇલાજ કરશે.

ભારતીય સૈન્ય એકેડમી પાસિગ આઉટ પરેડ બાદ પત્રકારોને સંબોધતા સેના અધ્યક્ષ બિપિન રાવતે જણાવ્યું કે આ માત્ર શરૂઆત છે, જો આ પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં મહિલાઓની સેનામાં જવાન તરીકે પણ ભરતી કરવામાં આશે. સેના અધ્યક્ષે જણાવ્યું કે હાલમાં સેનામાં એન્જીનયિરંગ, સિગ્નલ અને આર્મી એર ડિફેન્સ વિંગમાં મહિલા ઓફિસર તૈનાત છે અને તેઓના નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યાં છે. સેનાના આધુનિકિકરણ પર કહ્યું કે આજે આતંકવાદીઓ તેમના હુમલામાં નવા આધુનિક હથિયારોનો ઉપયોગ કરે છે.
http://sambhaavnews.com/

You might also like