પિઝા ડિલિવરી બોયની મહિલાએ જાહેરમાં કરી ધોલાઇ

નડિયાદ: એક મહિલા દ્વારા પિઝા ડિલિવરી બોયની પીટાઇ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઇને લોકોમાં ચકચાર મચી છે. ગુરૂવારે વાયરલ થયેલા વિડીયોમાં એક મહિલાએ પિઝા ડિલીવરી બોયને આડેધડ ફટકાર્યો હતો. મહિલાએ બોયને લાફા અને ચપ્પલથી માર્યો હતો. તેમજ શર્ટ કઢાવી તેના કાન પકડાવીને ઉઠક બેઠક પણ કરાવી હતી. આ વિડિયો વાયરલ થતા સમગ્ર નગરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

મળતી માહિતી અનુસાર પિઝા ડિલિવરી બોય દ્વારા વોટ્સએપમાં મહિલાને બિભત્સ મેસેજ કર્યો હતા. જેથી મહિલા રોષે ભરાયને યુવકની નોકરીના સ્થળે પહોંચી ધોલાઇ કરી હતી. તેમણે મોબાઇલ પર કરેલી ચેટિંગ પણ બતાવી હતી. ડિલિવરી બોયના આવા બિભત્સ વર્તનથી મહિલા ગુસ્સે ભરાઇ અને યુવકની ધોલાઇ કરી, શર્ટ ઉતરાવી, ઉઠક બેઠક કરાવી હતી જે આ બે મિનિટના વિડિયોમાં જોવા મળે છે.

આ બનાવનાં અંતમાં મહિલાએ નડિયાદ શહેર પોલીસ સ્ટેશન પર અરજી આપી હતી. જેની વધુ તપાસ ચાલી રહી છે.

You might also like