વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપઃ આસાન જીતથી સ‌રિતાદેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લે યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલ વિજેતા સ‌રિતાદેવી (૬૦ કિગ્રા)એ કે. ડી. જાધવ હોલમાં શાનદાર જીત હાંસલ કરીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

૩૬ વર્ષીય સ‌રિતાએ બીજા રાઉન્ડમાં સ્વિટ્ઝર્લેન્ડની ડાયના સાન્ડ્રા બ્રુગરને ૪-૦થી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે, જ્યાં તેનો સામનો આવતી કાલે આયર્લેન્ડની એને હેરિંગ્ટન સામે થશે, જેણે ન્યૂઝીલેન્ડની ટ્રાય ગાર્ટનને માત આપી હતી.

ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પિન્કી રાની (૫૧ કિગ્રા) પ્રથમ મુકાબલામાં આવતી કાલે કોઅર્મેનિયાની અનુશ ગ્રિગોરયાન સામે ટકરાશે. સોનિયા (૫૭ કિગ્રા) મોરક્કોની ડોઆ ટોયૂજાની સામે ટકરાશે, જેણે ગુરુવારે સોમાલિયાની બોક્સર રામલા અલીને પરાજિત કરી હતી. રામલા પોતાના દેશની પ્રથમ બોક્સર છે, જેણે વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો

સ‌રિતાએ પોતાના અનુભવ અને દર્શકોની આશા મુજબ પ્રદર્શન કર્યું, જોકે તેની હરીફ પણ એટલી જ અનુભવી હતી. સ‌રિતાએ જણાવ્યું, ”તે પણ અનુભવી હતી. હું પ્રથમ રાઉન્ડમાં થોડી સતર્ક રહી, પરંતુ બીજા અને ત્રીજા રાઉન્ડમાં મેં અપર ગાર્ડથી વળતા હુમલા કર્યા. ઘરેલુ દર્શકો હોવાનું પણ થોડું દબાણ હતું, પરંતુ એમાંથી જ પ્રેરણા મળે છે.”

આ જીતને મણિપુરના લોકોને સમર્પિત કરતાં સ‌િરતાએ કહ્યું, ”૨૦૧૪માં એશિયન ગેમ્સમાં જે વિવાદ થયો હતો તેના કારણે મારે દંડ ભરવો પડ્યો હતો. મણિપુરના લોકોએ નાણાં એકઠાં કર્યાં હતાં. મને ફરીથી રમવાની હિંમત આપી હતી, તેમને હું આ જીત સમર્પિત કરું છું.”

You might also like