મહિલા T-૨૦ વર્લ્ડકપઃ લેસ્બિયન કપલે ટીમને અપાવી એક તરફી જીત

ગયાનાઃ વિન્ડીઝમાં રમાઈ રહેલા મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં એક એવી ઘટના બની, જેણે ઇતિહાસ રચી દીધો. આઇસીસી ટૂર્નામેન્ટમાં એવું પહેલી વાર બન્યું કે એક જ મેચમાં લેસ્બિયન કપલ મેદાનમાં ઊતર્યું અને પોતાની ટીમને એક તરફી જીત અપાવી. દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર ડેન વેન નિકર્ક અને ફાસ્ટ બોલર મારિજાને કેપ એકસાથે શ્રીલંકા સામેની મેચમાં રમી.

આ લેસ્બિયન કપલે ત્રીજી વિકેટ માટે ૬૭ રનની ભાગીદારી નોંધાવી અને પોતાની ટીમને જીત અપાવી. મારિજાને કેપે ૩૮ અને નિકર્કે અણનમ ૩૩ રન બનાવ્યાં. કેપ અને નિકર્કે એક-એક વિકેટ પણ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે આ કપલે ગત જુલાઈમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન સમારોહમાં દક્ષિણ આફ્રિકાની મોટા ભાગની મહિલા ક્રિકેટરો હાજર રહી હતી. કેપ્ટન વેન નિકર્ક વન ડેમાં દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનારી બોલર છે. તે ૯૮ મેચમાં ૧૨૬ વિકેટ ઝડપી ચૂકી છે.

આ ઉપરાંત તે વન ડેમાં ૧૯૪૬ રન પણ બનાવી ચૂકી છે. વર્ષ ૨૦૧૭-૧૮ની સિઝન માટે તેને સીએસએ વીમેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો. બીજી તરફ મારિજાને કેપે પણ ૧૦૬ વન ડે વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તે ૧૬૨૭ વન ડે રન પણ બનાવી ચૂકી છે. મારિજાને કેપ વન ડે રેન્કિંગમાં નંબર ચાર પરક છે.

મારિજાને કેપ અને ડેન વેન નિકર્કે દક્ષિણ આફ્રિકા તરફથી સાથે મળીને ૮૨ વન ડે અને ૫૬ ટી-૨૦ મેચ સાથે રમી છે. નિકર્ક અને મારિજાને કેપે બે દિવસના અંતરે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. બંને ખેલાડીઓએ વર્ષ ૨૦૦૯ વર્લ્ડકપ દરમિયાન પોતાની પ્રથમ મેચ રમી હતી.

Dhruv Brahmbhatt

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago