મહિલા હોકી વર્લ્ડ કપ: કાલે ભારતીય ટીમનો સામનો હોસ્ટ ઈંગ્લેન્ડ સામે

ભારતીય વિમેન્સ ટીમ હૉકી વર્લ્ડકપના પ્રથમ મેચમાં શનિવારે ઓલિમ્પિક ચેમ્પિયન અને હોસ્ટ ઈંગ્લેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય 6.30 વાગ્યે શરૂ થાય છે. ભારતની ટીમ પૂલ બીમાં જુલાઈ 26ના રોજ આયર્લેન્ડથી અને જુલાઈ 29ના રોજ વિશ્વના સાતમા ક્રમાંકની ટીમ અમેરિકાની સામે રમશે.

ભારતીય કેપ્ટન રાનીએ જણાવ્યું હતું કે, “દબાણ અમારા પર નહીં પરંતુ ઈંગ્લેન્ડની ટીમ પર હશે.” તેણે કહ્યું હતું કે, “તેમને પોતાની જમીન પર રમવાનો ફાયદો મળશે, પરંતુ અમારી પાસે ખચાખચ મેદાનોમાં રમવાની આદત છે. અમે ઇંગ્લેન્ડ સામે સારો દેખાવ કર્યો છે અને તેને કોમનવેલ્થ ગેમ્સના ગ્રૂપ તબક્કામાં હરાવ્યો હતો.”

ભારત છેલ્લે 2010માં FIH વર્લ્ડ કપમાં અર્જેન્ટીનામાં રમ્યું હતું. રાનીને સાત ગોલ સાથે લોકપ્રિયતા મળી હતી. મુખ્ય કોચ શોર્ડ મારિને કહ્યું, ‘હવે ફોરવર્ડ લાઇન ફક્ત રાની પર નિર્ભર નથી. અમારી પાસે વંદના કટારિયા જેવા યુવાન સ્ટ્રાઈકર પણ છે જેણે ટીમ માટે ઘણા ગોલ નોંધાવ્યા છે. ”

તેણે જણાવ્યું હતું કે, “અમારી પાસે ગુરજીત કૌર જેવી ડ્રેગ ફ્લિકર છે, જે વિશ્વની સર્વશ્રેષ્ઠ ડ્રેગ ફ્લિકર્સમાંની એક છે.” ભારતીય ટીમ, જે ટૂર્નામેન્ટની શરૂઆતના એક અઠવાડિયા પહેલા અહીં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમ સામે બે પ્રેક્ટિસ મેચ પણ રમી હતી.

You might also like