તમારા પર્સમાં પણ હોય છે બાથરૂમ અને ‌કિચન જેટલા જ બૅક્ટેરિયા

આપણે રોજબરોજના જીવનમાં જે ચીજો વાપરીએ છીએ એને નિયમિતપણે સાફ ન કરીએ તો એ તમે કલ્પી પણ ન હોય એટલી ગંદી થઇ જાય છે. સ્કૉટલેન્ડની એક યુનિવર્સિટીએ કરેલો અભ્યાસ વાંચીને સૌથી પહેલાં તમને તમારા પૈસા રાખવાના પર્સની સફાઇ કરવાનું મન થશે.

અભ્યાસકર્તાઓએ ૧પ૬ સ્ત્રી-પુરુષોના પર્સને માઇક્રોસ્કોપ હેઠળ તપાસીને તારવ્યું હતું કે ૯પ ટકા પર્સમાં ચેપ ફેલાવી શકે એવા બૅક્ટેરિયા માેજૂૂૂદ હોય છે. થોડાક સમય પહેલાં ચલણી નોટો પણ શરીર માટે હાનિકારક બૅક્ટેરિયાની વાહક હોય છે એવું જાહેર થયેલું.

સ્કૉટલેન્ડના નિષ્ણાતોનું કહેવું છે કે લગભગ ૯૮ ટકા લોકો પોતાના પૈસા રાખવાના પર્સને ભાગ્યે જ સાફ કરે છે. આ પર્સમાં બાથરૂમ અને કિચન-ટેબલ પર જોવા મળતા એવા બેક્ટેરિયા વિપુલ માત્રામાં જોવા મળે છે. પુરુષોના વૉલેટ કરતાં સ્ત્રીઓના પર્સમાં બૅક્ટેરિયાનો રાફડો વધુ હોય છે.

અભ્યાસમાં નોંધાયું હતું કે માત્ર ર.૧ ટકા મહિલાઓ જ મહિને એક વાર તેમનું પર્સ સાફ કરે છે. ૮૧.પ ટકા સ્ત્રી-પુરુષો એક વાર પર્સ વાપરવાનું શરૂ કરે એ પછી કદી એની સફાઇ નથી કરતાં.

You might also like