પૈણું પૈણું કરી રહ્યા હોવ તો યુવતીઓની ‘કુંડળી’ નહીં ‘આંગળી’ જુઓ

જો તમે પણ જીવનસાથીની શોધમાં હોવ અને પરણવા માટે થનગની રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. જો કે આ સમાચાર પરણવા માગતા યુવકો માટે છે.

જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે યુવકો મહિલાઓની આંગળી પરથી પણ પોતાના જીવનસાથીને શોધી શકે છે. યુવતીઓની આંગળી પરથી યુવકો જાણી શકે છે કે, તે યુવતી તેના માટે કેવી પત્ની સાબિત થશે. તો હવે તમે છોકરી જોવા જતા પહેલા તેની કુંડળી નહીં આંગળી જુઓ.

 • જે યુવતીઓની આંગળીઓ ચીકણી, સીધી અને ગાંઠ રહિત હોય છે, તે પોતાના પતિ માટે ખૂબ સૌભાગ્યશાળી સાબિત થાય છે

  જે યુવતીઓની આંગળીઓ નાની હોય છે, તે ખૂબ ખર્ચાળ હોય છે અને તેમનું ભવિષ્ય પરેશાનીઓથી ભરપૂર હોય છે.

  ગોળ અને લાંબી આંગળીઓ ધરાવતી યુવતીઓ દાંપત્યજીવન માટે એકદમ પરફેક્ટ હોય છે.

  જે યુવતીઓની આંગળીઓમાં ત્રણ પર્વ હોય છે, તે પણ ભાગ્યશાળી હોય છે અને સાથે તેના પતિનું ભાવિ પણ ઉજ્જવળ બનાવે છે.

  જે યુવતીઓના બંને હાથ જોડ્યા બાદ વચ્ચે ખાલી જગ્યા રહેતી હોય, તેમનું લગ્નજીવન સામાન્ય માનવામાં આવે છે.

  જે જે યુવતીઓની હથેળીઓની પાછળ વાળ હોય છે, તેમના લગ્નજીવનમાં ખૂબ પરેશાની આવે છે.
You might also like