આ કારણે મહિલાઓને પુરૂષો કરતા વધારે ઉંધ જોઇએ છે

સવારે ઉંઘમાંથી જાગ્યા પછી લોકો વિતેલા દિવસનો બધો જ થાક ભૂલી જાય છે. તેમ છતાં મહિલાઓ હંમેશા પોતાને થાકેલી મહેસૂસ કરે છે. લોકો વિચારે છે કે મહિલાઓ નબળી હોય છે. તેના કારણે તે જલ્દી થાકી જાય છે. પરંતુ વાસ્તવિકતા કાંઇક અલગ છે. મહિલાઓની ઉંધવાની આદતને લઇને થયેલા સંશોધન પ્રમાણે મહિલાઓનું મગજ જટિલ હોય છે. તે પોતાના મગજનો વધારે ઉપયોગ કરે છે. જેના કારણે તેમનો થાક ઓછો થતો નથી. તેથી જ તેમને ભરપૂર ઉંધ લેવાની જરૂર પડે છે.

જો મહિલા પૂરતી ઉંઘ નથી લેતી તો તે ડિપ્રેશનો શિકાર બને છે. જ્યારે પુરૂષો સાથે આ કાંઇ થતું નથી. મહિલાઓ દિવસ દરમ્યાન પુરૂષો કરતા વધારે કામ કરે છે. જેના કારણે તેમનું મગજ થાકી જાય છે અને પાછા સ્વસ્થ થતા તેને સમય લાગે છે. તેથી જ સારી ઉંધ મહિલાઓ માટે જરૂરી છે. જો કોઇ પુરૂષનું કામ પણ જટીલ હોય તો તેને પણ એક સામાન્ય પુરૂષ કરતા વધારે ઉંઘ લેવી પડે છે. તેમ છતાં પણ મહિલાઓથી તો તેમની ઉંઘ ઓછી જ હોય છે. કાર્ટેક્સ મગજનો એક ભાગ છે. જે યાદશક્તિ, વિચારવાની શક્તિ માટે જવાબદાર છે. કોર્ટોક્સ ઉંઘ દરમ્યાન રિકવરી મોડ પર જતું રહે છે. મહિલાઓનું મગજ પુરૂષ કરતા વધારે સક્ષમ છે. તેથી જ મહિલાઓને વધારે ઉંઘની જરૂર પડે છે.

http://sambhaavnews.com/

You might also like