આનંદીબેનનું વિવાદાસ્પદ નિવેદન, “મહિલાઓ ફિગર બગડી જવાનાં ડરે…….”

ગુજરાતઃ રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલનું એક વિવાદસ્પાદ નિવેદન સામે આવ્યું છે. શહેરની મહિલાઓને લઈને તેઓનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.

મધ્યપ્રદેશમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આનંદીબેન પટેલે શહેરની મહિલાઓનો ઉધડો લેતાં જણાવ્યું હતું કે,”શહેરની મહિલાઓને બાળકોની ચિંતા પહેલા પોતાની ફિગરની ચિંતા વધુ હોય છે અને ફિંગરની ચિંતાને કારણે તેઓ પોતાનાં જ બાળકોને સ્તનપાન નથી કરાવતી.”

આનંદીબેન પટેલે એક સુચક સલાહ પણ આપતાં કહ્યું હતું કે,”જે રીતે દૂધની બોટલ ફાટી જાય છે તે રીતે જો બાળકોને દૂધની જ બોટલમાં દૂધ પીવડાવવામાં આવશે તો એક દિવસે બાળકોનાં નસીબ પણ ફાટી જશે.”

You might also like