પત્ની તમને કેટલો કરે છે પ્રેમ, જાણી શકશો ચુંબનની ગણતરીથી…

લંડનઃ જો આપ ખરેખર એવું જાણવાનાં ઇચ્છુક છો કે આપની પત્ની આપને પ્રેમ કરે છે કે નહીં અને જો કરે છે તો કેટલો કરે છે. તો આપ ધ્યાને રાખો કે આપની પત્ની આપને જેટલી વાર ગળે લગાવે છે અને ચુંબન લે છે. “ડેલી મેલ”માં પ્રકાશિત એક રિપોર્ટમાં એક નવા સર્વેક્ષણનાં હવાલાથી જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ જો પોતાનાં પતિને પ્રેમ કરે છે, તેઓને ગળે લગાવે છે અને ચુંબન લે છે અને નખરા પણ ઓછાં દેખાડે છે.

અભ્યાસમાં એવું જાણવામાં આવ્યું છે કે પુરૂષ સ્વભાવથી રોમેન્ટિક તો નથી હોતા અને તેઓ ઘરનાં કામકાજમાં યોગદાન આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ સર્વેક્ષણમાં 168 દંપતિઓને શામેલ કરવામાં આવ્યાં. પુરૂષોએ જુદી-જુદી રીતે પોતાની ભાવનાઓને મહિલાઓ સમક્ષ રજૂ કરી.

બીજી બાજુ મહિલાઓએ નકારાત્મક વિચાર અને ભાવનાઓ છુપાવીને પ્રેમને પ્રદર્શિત કર્યો. ત્યાં બીજી બાજુ પુરૂષોએ કપડાં ધોવા જેવાં ઘરનાં કામકાજમાં હાથ બટાવીને અથવા કામુક ક્રિયાઓની શરૂઆત કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. આમ તો પતિ કે જે પોતાની પત્નીને વધુ પ્રેમ કરે છે. તેઓનાં સહવાસ કરવાની અધિક સંભાવના હોય છે.

આને વિશે અધ્યયનકર્તાઓએ કહ્યું કે, આ એ વિચારનું સમર્થન કરે છે કે પુરૂષો દ્વારા પોતાનાં પ્રેમને પ્રગટ કરવાનું આ એક મહત્વનું માધ્યમ છે. અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓ તરફથી કામુક ક્રિયાઓની શરૂઆત કરવાની ખૂબ ઓછી સંભાવના હોય છે. આ અભ્યાસ “પર્સનાલિટી એન્ડ સોશિયલ સાઇકોલોજી બુલેટિન”માં પ્રકાશિત થયેલ છે.

You might also like