૫૦ ટકા મહિલાઓને હાર્ટ અટેક અાવ્યો છે એવી ખબર નથી પડતી

હાર્ટ અટેકનાં લક્ષણો અામ તો જગજાહેર છે. એમ છતાં મહિલાઓમાં એનું યોગ્ય નિદાન ન થાય એવી સંભાવનાઓ લગભગ ૫૦ ટકા જેટલી હોય છે. જ્યારે હૃદયરોગનો હળવો હુમલો અાવ્યો હોય ત્યારે મહિલાઓમાં એનું નિદાન જ ચુકાઈ જાય છે. એનું કારણ એ છે કે મહિલાઓ પીડા સહન કરવાની બાબતમાં ખૂબ સહિષ્ણુ હોય છે. નોર્વેની યુનિવર્સિટી ઓફ ટ્રોમ્સોના રિસર્ચરોનું કહેવું છે કે કેટલીક મહિલાઓમાં હાર્ટ અટેક અાવે છે ત્યારે અત્યંત ગંભીર લક્ષણો નથી વર્તાતાં એનું કારણ હોય છે પીડા સહન કરાની તેમની ક્ષમતા. રિસર્ચરોએ ૪૮૪૯ સ્ત્રી-પુરુષોની પીડા સહન કરવાની ક્ષમતાની કસોટી કરવાની સાથે સાથે તેમના હૃદયનો ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ પણ ચેક કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like