દારૂ પીનારને મુરધો બનાવીને મેથીપાક ચખાડે છે મહિલાઓ

ચમોલી: ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના સિમલી ગામમાં મહિલાઓએ દારૂબંધીની જાહેરાત કરી છે. લગ્ન, મુંડન કે અન્ય પ્રસંગમાં જો કોઇ દારૂ પીને આવે છે તો તેને મુરઘો બનાવીને ધોલાઇ કરવામાં આવશે.

રવિવારે ગામની મહિલાઓએ પોતાના ઘરેલૂ કામકાજ છોડીને બેઠકમાં ભાગ લીધો અને ગામમાં દારૂબંધીની જાહેરાત કરી. મહિલાઓએ કહ્યું કે દારૂએ સિમલીનું વાતાવરણ ખરાબ કર્યું છે.

દારૂખોરીના લીધે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે. રોજ લડાઇ-ઝઘડા થાય છે. એવામાં ગામની બદનામી થઇ રહી છે, એટલા માટે જે વ્યક્તિ સાર્વજનિક કાર્યોમાં દારૂ પીશે અથવા પીવડાવશે, તેના પર પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને તેને મુરઘો બનાવીને ધોલાઇ કરવામાં આવશે.

મહિલાઓનું કહેવું છે કે સિમલી બજારમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થાય છે અને પોલીસ ચોકી દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો બજારમાં દારૂ વેચનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહી આવે તો એસડીએમ, પોલીસ મથક અને ચોકીની બહાર પ્રદર્શન કરવામાં આવશે.

બેઠકમાં સરપંચ સતેશ્વરી દેવી, મહિલા મંગલ દળની અધ્યક્ષ વિશેશ્વરી પુંડીર, કમલા દેવી, નરોપિત દેવી, મંગસીરી દેવી, ઉમા દેવી, બીના દેવી, ભવાની દેવી, સુશીલા દેવી વગેરે સામેલ થયા હતા.

You might also like