મહિલાને દવા સુંઘાડી ગઠિયા સોનાની બુટ્ટી લઈ પલાયન

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં બે યુવકોએ બેભાન થવાની દવા સુંઘાડીને મહિલાની બુટ્ટીઓ કઢાવી લેતાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે. યુવકોએ મહિલા પાસે સોનાની બુટ્ટીઓ ઊતરાવીને એક રૂમાલમાં મૂકી દીધી હતી. ત્યારબાદ મહિલાની નજર ચૂકવીને બન્ને યુવકો પથ્થરથી ભરેલો રૂમાલ આપીને ફરાર થઇ ગયા હતા. ઓઢવ પોલીસે મહિલા સાથે છેતર‌િપંડી તેમજ વિશ્વાસઘાતની ફરિયાદ બે યુવકો વિરુદ્ધમાં દાખલ કરી છે.

જશોદાનગર વિસ્તારમાં જૂની વસાહત પાણીની ટાંકી પાસે આવેલા એક મકાનમાં ભાડેથી રહેતાં રશ્મિકાબહેન વિષ્ણુભાઇ મહેરાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે બે યુવકો સોનાની બુટ્ટીઓ કઢાવીને ફરાર થઇ ગયા છે. ગઇ કાલે સવારે રશ્મિકાબહેન બાલા‌િસનોર જવા માટે પોતાના ઘરેથી નીકળ્યાં હતાં. દરમિયાનમાં ઓઢવ
સર્કલ પાસે બે અજાણ્યા યુવકો તેમની પાસે આવ્યા હતા અને બરોડા જવું છે તેવું કહેવા લાગ્યા હતા.

બે યુવકો પૈકી એક યુવકે રશ્મિકાબહેનને બેભાન થવાની દવા સુંઘાડી હતી અને તેમને સોનાની બુટ્ટીઓ કાઢી લેવા માટે જણાવ્યું હતું. રશ્મિકાબહેને બુટ્ટીઓ કાઢી આપી હતી. બે યુવકોએ એક રૂમાલમાં મૂકી દીધી હતી. રશ્મિકાબહેનની નજર ચૂકવીને યુવકોએ રૂમાલ બદલી નાખ્યો હતો અને સોનાની બુટ્ટીઓવાળા રૂમાલની જગ્યાએ પથ્થર ભરેલો રૂમાલ આપ્યો હતો. રશ્મિકાબહેને રૂમાલ ખોલીને જોતાં તેમાંથી પથ્થર નીકળ્યા હતા, જોકે તે સમયે બે યુવકો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઓઢવ પોલીસે સમગ્ર મામલામાં ગુનો દાખલ કરી બે યુવકોને શોધવા માટે ચક્રો ગ‌િતમાન કર્યાં છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર બે યુવકો પૈકી એક યુવક ટીનેજર હોવાનું સામે આવ્યું છે.
http://sambhaavnews.com/

You might also like