મુસ્લિમ મહિલાઓ હિન્દૂ ધર્મ અંગીકાર કરે અમે ન્યાય અપાવીશું : હિંદૂ મહાસભા

નવી દિલ્હી : ત્રણ તલાક મુદ્દે હિન્દુ મહાસભા દ્વારા નિવેદન આવ્યા બાદ રાજનીતિક વિવાદ પેદા થયો છે. મહાસભાએ મુસ્લિમ મહિલાઓને હિન્દુ ધર્મ અંગીકાર કરો, તમને ન્યાય મળશે. હિન્દુ મહાસભાનાં પુર્વ મહાસચિવ ડૉ.પુજા શકુન પાંડેએ આગરામાં કહ્યું કે ત્રણ તલાકથી પીડિત મુસ્લિમ મહિલાઓ હિન્દૂ ધર્મ અંગીકાર કરે તેમને ન્યાય મળશે.

મુસ્લિમ નારી ઉત્થાન યજ્ઞમાં રહેલા ડૉ. પાંડેએ કહ્યું કે જો અમારી સરકાર અને કાયદો તમને ન્યાય ન અપાવી શકે તો અમે ન્યાય અપાવીશું. આ પ્રસંગે હાજર હિન્દૂ મહાસભાનાં કાર્યકર્તાઓએ ત્રણ તલાક સામે લડવાની શપથ લીધી હતી.

પાંડેએ કહ્યું કે હિન્દૂ મહાસભા એવી તમામ મહિલાઓને પોતાની પુત્રીઓ માને છે અને તેમના આત્મસન્માનની રક્ષા કરશે. ઉપરાંત તેમણે આ પ્રકારની મહિલાઓનાં લગ્નનું આયોજન પણ હિન્દુ મહાસભા તરફથી કરવાની જાહેરાત કરી, તેમણે કહ્યું કે અમે કન્યાદાન કરીશું. તેના કારણે મુસ્લિમ મહિલાઓનો સુરક્ષીત જીવન મળશે.

You might also like