મહિલાઓને પુરૂષોનાં આ 7 કાર્યો લાગે છે સૌથી Romantic

દરેક પાર્ટનર પોતપોતાની રીતે પોતાનાં પાર્ટનર સાથે પ્રેમ કરતું જ હોય છે. કેટલાંક છોકરાઓ તો વધારે રોમેન્ટિક ટાઇપનાં હોય છે તો કેટલાંક નોન-રોમેન્ટિક હોય છે. પરંતુ આજે અમે તમને પુરૂષોની કેટલીક એવી નાની-નાની વાતો કહેવા જઇ રહ્યાં છીએ કે જે મહિલાઓને એટલે કે છોકરીઓને હંમેશા રોમેન્ટિક લાગતી હોય છે.

રોમાન્સને લઇને દરેક મહિલાઓની પસંદ કંઇક અલગ-અલગ હોય છે. કોઇકને ફૂલ વધારે પસંદ હોય છે તો કોઇકને ગિફ્ટ વધુ પસંદ હોય છે. પરંતુ કેટલીક એવી રોમેન્ટિક બાબતો પણ હોય છે કે જે પુરૂષોમાં મહિલાઓને વધુ પસંદ હોય છે અને તેને તે રોમેન્ટિક લાગતી હોય છે. તો ચાલો આવો આજે આપણે જાણીએ કે પુરૂષોની એવી કઇ બાબતો છે કે જે મહિલાઓને લાગતી હોય છે “મોસ્ટ રોમેન્ટિક”.

1. ફોરહેડ Kiss:
પાર્ટનરની ફોરહેડ કિસ કરવાની સ્ટાઇલ મહિલાઓને માટે સૌથી વધુ રોમેન્ટિક ફિલિંગ કરાવતી હોય છે. માથા પર કિસ કરવી એ પુરૂષો પ્રેમની સાથે હોય છે સુરક્ષાની ભાવના, સમ્માન અને ખુશીને જાહેર કરવી. જેથી મહિલાઓને માટે આનાંથી વધુ ઇમોશનલ અને રોમેન્ટિક પળ કોઇ જ ના હોઇ શકે.

2. સ્પેશિયલ તારીખો યાદ રાખવીઃ
મહિલાઓને માટે તેઓની લવ લાઇફ સાથે જોડાયેલ દરેક પળ ખાસ હોય છે. જેથી આપ આ તારીખોને જેવી કે જન્મદિવસની તારીખ તેમજ મેરેજ એનીવર્સરી તારીખ વગેરે યાદ રાખો. આનાંથી આપ પોતાની પાર્ટનરનાં દિલમાં ખાસ જગ્યા બનાવી શકશો અને તેને આ રોમેન્ટિક પણ લાગે છે.

3. હાથથી લખાયેલા લેટરઃ
જૂના સમયમાં પાર્ટનર પોતાનાં પ્રેમને રજૂ કરવા માટે પત્રો લખતા હતાં પરંતુ મહિલાઓને આ કામ આજે પણ રોમેન્ટિક જ લાગે છે. જ્યારે આપ પોતાની પાર્ટનરને પોતાનાં હાથથી લખાયેલ ઇમોશનલ પત્ર અને રોમેન્ટિક પત્ર આપશો તો તેઓને આ બાબત ઘણી સારી લાગશે.

4. સરપ્રાઇઝ વિઝિટઃ
જો આપ પોતાનાં પાર્ટનરથી દૂર રહો છો તો ક્યારેક-ક્યારેક આપ તેઓને મળવા માટે સરપ્રાઇઝ વિઝિટ જરૂરથી કરો. તે મહિલાઓને વધુ રોમેન્ટિક લાગે છે.

5. વગર કારણે હાથમાં હાથ નાખી ચાલવું:
પોતાનાં પાર્ટનરને હાથોમાં હાથ નાખીને ચાલવું તે દરેક મહિલાને રોમેન્ટિક લાગે છે. જ્યારે આપ વગર કોઇ કારણોસર તમારા પાર્ટનરનો હાથ તમારા હાથમાં લઇને ચાલશો તો તેને વધુ રોમેન્ટિક લાગે છે.

6. સપોર્ટ કરવોઃ
દરેક મહિલા એવું ઇચ્છે છે કે તેઓનો પાર્ટનર તેને દરેક મુશ્કેલીઓમાં સપોર્ટ કરે પછી ચાહે ભલે તે ગમે તેવી પરિસ્થિતિ હોય. તે પળ વધુ રોમેન્ટિક અને ખાસ હોય છે.

7. ખાવા બનાવવું:
મહિલાઓ તો સામાન્ય રીતે દરરોજ ખાવાનું બનાવે જ છે પરંતુ તેઓને ખુશ કરવા માટે આપે પણ ક્યારેક-ક્યારેક ખાવાનું બનાવવું જોઇએ. પોતાનાં પાર્ટનરનાં હાથોથી બનાવેલી ડિશ ખાવી એ મહિલાઓને વધુ રોમેન્ટિક લાગે છે.

You might also like