મહિલા ડોક્ટરના અાપઘાતના કેસમાં સાસુ-સસરા-નણંદ પોલીસ સમક્ષ હાજર થયા

અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારના નહેરુપાર્કમાં રહેતાં અને સાલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં મહિલા ડોક્ટરે પોતાના પિયરમાં કરેલા આપઘાત મામલે ડોક્ટરની માતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે મામલે સાસરિયાંઓ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવીને પોલીસ સમક્ષ હાજર થયાં હતાં. પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમને મુક્ત કર્યાં હતાં.

નહેરુપાર્કના ચિત્રકૂટ ટ્વીન્સ ખાતે રહેતાં મીનાક્ષીબહેન શાહની પુત્રી મૌનવી શાહના પતિ નીરજ, સાસુ અરુણાબહેન, સસરા કનૈયાલાલ અને નણંદ નીપાબહેન દ્વારા વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. નીરજે કેનેડા જવા માટે રૂ.૧૦ લાખની માગ પણ કરી હતી. લગ્નજીવન દરમ્યાન નીરજ અને મૌનવી વચ્ચે પતિ-પત્નીના સંબંધ હતા નહીં. મૌનવીએ કંટાળીને ૩૦ એપ્રિલના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી, જે મામલે મીનાક્ષીબહેન દ્વારા નીરજ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં સાસરિયાંઓએ સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા અને પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેમની ધરપકડ  કરી હતી.

http://sambhaavnews.com/

You might also like