ચોંકાવનારો ખુલાસો, મહિલાઓ મોબાઇલ સામે ભૂલી જાય છે પાર્ટનરને

તાજેતરમાં જ એક સર્વે પરથી જાણવા મળ્યું છે કે મહિલાઓ સોશિયલ મીડિયા, ઇમેલ અને મેસેજ પર દર અઠવાડિયે સરેરાશ 12 કલાક સુધીનો સમય પસાર કરે છે. જો તમારી પત્ની તમારી સાથે ઓછો સમય પસાર કરે છે અને સ્માર્ટફોનને વધારે સમય આપે છે તો એના માટે તમે સ્માર્ટફોનને જ જવાબદાર માની શકો છો.

એક સંશોધનમાં એવું સામે આવ્યું છે કે મહિલાઓએ સ્વિકાર કર્યું છે કે તેઓ પોતાના પાર્ટનર વગર એક અઠવાડિયું પસાર કરી શકે છે પરંતુ સ્માર્ટફોન વગર રહી શકતી નથી.

આ સંશોધન પ્રમાણે દે સ્માર્ટફોન પર વધારે નિર્ભર રહે છે, એ લોકોમાં તણાવ, ગુસ્સો અને ડર જોવા મળે છે. તો બીજી બાજુ વિશેષજ્ઞોનું માનીએ તો આવી રીતના ડિજીટલ ડિવાઇસો પર વધારે સમય પસાર કરવાથી આપણી આંખો પર જોર પડે છે. જિવસ પૂરો થવા પર આંખો થાકી જાય છે. સ્માર્ટફોનના ઉપયોગના કારણે આપણા નજીકના સંબંઘો નબળા પડે છે.

You might also like