રેપ રિમાર્ક બદલ સલમાન ખાનને હાજર થવા મહિલાપંચનું ફરમાન

નવી દિલ્હી: બળાત્કારપી‌િડતા અંગે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ મહારાષ્ટ્ર મહિલા પંચે બોલિવૂડના અભિનેતા સલમાન ખાન અથવા તેના વકીલને આજે પંચ સમક્ષ હાજર થવા આદેશ અાપ્યો છે.

સલમાન ખાને અગાઉ અેવું નિવેદન આપ્યું હતું કે તેની આગામી ફિલ્મ સુલતાનના અેક દૃશ્યનું શૂ‌િટંગ અેટલું થકવી દેનારું હતું કે શૂ‌િટંગ બાદ તેણે તેને બળાત્કારનો ભોગ બનેલી પીડિતા જેવો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું. સલમાનના આવા વિવાદાસ્પદ નિવેદનના કારણે તે વિવાદમાં ફસાયો છે અને આ અંગે અેવી માગણી થઈ રહી છે કે સલમાન તેના આવા વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માગે.

તેથી આવી માગણીના આધારે આજે સલમાન ખાનને મહારાષ્ટ્ર મહિલા પંચ સમક્ષ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે, જેમાં સલમાન તેના આ નિવેદન અંગે ખુલાસો કરે તેવી શક્યતા છે. મહિલા પંચે સલમાન અથવા તેના વકીલને આજે બપોરે બે વાગ્યે પંચના કાર્યાલયમાં હાજર થઈને તેના આ નિવેદન અંગે સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો છે.

મહિલા પંચે આ અંગે જણાવ્યું છે કે જો સલમાન આજે પંચ સમક્ષ હાજર નહિ થાય તો અમે અેવું માનીશું કે તેની પાસે આ નિવેદન અંગે ખુલાસો આપવા માટે કોઈ કારણ નથી અને તેના આધારે અમે આ કેસમાં અેક તરફી કાર્યવાહી કરીશું. જ્યારે રાષ્ટ્રીય મહિલા પંચે આ અંગે જણાવ્યું છે કે પંચે સલમાન ખાનના આવા નિવેદનની ગંભીર નોંંધ લીધી છે અને ટૂંક સમયમાં જ સલમાન વિરુદ્ધ સમન્સ રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા પંચે આ મુદે સલમાનને એક પત્ર પાઠવી સાત દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે અને જો તે ખુલાસો નહિ કરે તો તેને પંચ સમક્ષ હાજર થવું પડશે.

You might also like