બોમ્બે હાઇકોર્ટેનો ઐતિહાસિક નિર્ણય, હાજી અલીમાં મળશે મહિલાઓને એન્ટ્રી

મુંબઇ: મુંબઇની પ્રખ્યાત હાજી અલી દરગાહમાં હવે મહિલાઓને પણ એન્ટ્રી મળશે. શુક્રવારે બોમ્બે હાઇ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા ટ્રસ્ટી તરફથી દરગાહની અંદર ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધને ગેરકાયદેસર માન્યો અને પ્રતિબંધ હટાવી લીધો. એની સાથે જ મહિલાઓ દરગાહમાં ચાદર ચઢાવી શકશે. 9 જુલાઇએ બે જજોની બેન્ચમાં આ બાબતે છેલ્લી સુનાવણી થઇ હતી.

જસ્ટિસ વીએમ કનાડે અને જસ્ટિસ રેવતી મોહિતે ડરેની ખંડપીઠ બાબતે સુનાવણી કરી રહી છે. અરજી દાખલ કરનાર જાકિયા સોમન, નૂરજહાં સફિયા નિયાઝ તરફથી વરિષ્ઠ વકીલ રાજીવ મોરેએ હાઇ કોર્ટમાં પ્રચાર કર્યો. નિયાઝ ઓગસ્ટ 2014માં કોર્ટમાં અરજી દાખલ કરીને આ બાબત ઉઠાવી હતી.

વકીલ રાજૂ મોરેએ કોર્ટમાં નિર્ણયની જાણકારી આપતાં કહ્યું કે, ‘કોર્ટે મહિલાઓના પ્રવેશ પર લાગેલા પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે. કોર્ટે એને ગેરબંધારણીય માન્યું છે. દરગાહ ટ્રસ્ટે કહ્યું કે તે હાઇ કોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.’

બીજી બાજુ એમઆઇએમના હાજી રફતે કહ્યું કે હાઇ કોર્ટે આ બાબતે દખલગીરી કરવી જોઇતી નહતી, પરંતુ હવે તેમણે નિર્ણય આપ્યો છે તો અમે સુપ્રીમ કોર્ટમાં જશે.


કોર્ટના નિર્ણય પર અરજી દાખલ કરનાર જાકિયા સોમને ખુસી વ્યક્ત કરતાં કહ્યું છે કે આ મુસ્લિમ મહિલાઓને ન્યાય તરફનું એક પગલું છે. તો બીજી બાજુ ભૂમાતા બ્રિગેડને તૃપ્તિ દેસાઇના નિર્ણયને ઐતિહાસિક કરાર આપ્યો છે. તેમણે હાઇ કોર્ટ પાસેથી સૂફી સંત હાજી અલીની કબર સુધી મહિલાઓના પ્રવેશ માટે રજા માંગી હતી. કોર્ટે બંને પક્ષોને પરસ્પર વાતચીત કરીને બાબતનો ઉકેલ લાવવા માટે પમ કહ્યું હતુ, પરંતુ દરગાહના અધિકારી મહિલાઓને પ્રવેશ નહીં કરવા દેવા પર અડગ હતાં.


દરગાહના ટ્રસ્ટના લોકોનું કહેવું હતું કે આ પ્રતિબંધ ઇસ્લામનો અભિન્ન અંગ છે અને મહિલાઓને પુરુષ સંતોની કબરોને અડવાની પરવાનગી આપી શકાય નહીં. કદાચ આવું હોય અને મહિલાઓ દરગાહની અંદર પ્રવેશ કરે છે તો તે પાપ થશે.

બીજી બાજુ, રાજ્ય સરકારે કોર્ટને કહ્યું કે મહિલાઓને દરગાહના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરવામાં ત્યારે રોકવામાં આવે કે જ્યારે કુરાનમાં સમાયેલ હોય. સરકારે કહ્યું કે, ‘દરગાહમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને કુરાનના વિશેષજ્ઞો કે વિશ્લેષણોના આધાર પર વ્યાજબી ગણી શકાશે નહીં.’

You might also like