જાણો, કેમ મહિલાઓ કરે છે વધારે પૂજાપાઠ

એવું માનવામાં આવે છે કે મહિલાઓ પુરૂષો કરતા વધારે ધાર્મિક હોય છે અને વધારે પાઠ પૂજા કરે છે. હાલમાં થયેલા એક સંશોધનમાં આ વાત સામે આવી છે. હાલમાં થયેલા સંશોધન પ્રમાણે મહિલાઓ પુરૂષો કરતા વધારે પૂજા પાઠ કરે છે. મહિલાઓ દરેક પ્રકારના વ્રત અને તહેવાર ખૂબ જ શ્રદ્ધાથી કરે છે.

જનરલ બુક પ્લસ વનમાં પ્રકાશિત કિંગ્સ કોલેજ લંડનના સંશોધનની રિપોર્ટ પ્રમાણે મહિલાઓ પુરૂષોની તુલનામાં વધારે ભાવનાત્મક હોય છે. આજ કારણે તેઓ કોઇ પણ ઘટનાથી વધારે પ્રભાવિત થઇ જાય છે. ખાસ કરીને તણાવ ઉત્પન્ન કરતી બાબતોથી મહિલાઓ વિચલિત થઇ જાય છે. તે પોતાના સ્વજનોને દુર્ઘટનાથી બચાવવા માટે આસ્થાનો સહારો લે છે. અધ્યયના રિપોર્ટ પ્રમાણે આત્મબળ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. જે તેમનો તણાવ ઓછો કરવા માટે કારગત સાબિત થઇ શકે છે.

http://sambhaavnews.com/

You might also like