દારૂ પીવાની બાબતમાં પણ પુરુષો અને મહિલાઅો બરાબર, ભારત ત્રીજા સ્થાને

સિડની: દુનિયાની દરેક બાબતોમાં મહિલાઅો પહેલાંથી જ પુરુષોની બરાબરી કરી ચૂકી છે, પરંતુ હવે દારૂ પીવાની બાબતમાં પણ મહિલાઅો પુરુષોને બરાબર પહોંચી ચૂકી છે. જૂના અભ્યાસ મુજબ દારૂ પીવામાં પુરુષો અને મહિલાઅોની વચ્ચે ૧૨ ગણું અંતર હતું, પરંતુ તાજેતરના સંજોગોમાં જાણવા મળ્યું છે કે દુનિયાભરની મહિલાઅોઅે હવે અા બાબતમાં પુરુષોની બરાબરી કરી લીધી છે.

અોસ્ટ્રેલિયા સ્થિત યુનિવર્સિટી અોફ ન્યૂ સાઉથ વેલ્સના નેશનલ ડ્રગ્સ અેન્ડ અાલ્કોહોલ રિસર્ચ સેન્ટર દ્વારા કરાયેલો અભ્યાસ તાજેતરમાં મે‌િડકલ જર્નલ બીજેએમમાં પ્રકાશિત થયો છે.  અા સંજોગો મુજબ ડોક્ટર સ્લેડની ટીમે ૧૯૮૦થી ૨૦૧૪ સુધી થયેલા અાંતરરાષ્ટ્રીય અભ્યાસમાંથી ૪૦ લાખથી વધુ લોકોનો ડેટા એકઠો કર્યો તેમાં સંશોધકોઅે ત્રણ બાબતો પર ફોકસ કર્યું. પહેલાં અાલ્કોહોલનો ઉપયોગ, બીજું સૌથી વધુ ઉપયોગ અને ત્રીજું દારૂ પીવાથી સ્વાસ્થ્ય અને સામાજિક સમસ્યા.

સંશોધન મુજબ વધુ દારૂ પીવાની બાબતમાં પુરુષો અને મહિલાઅો વચ્ચેનું અંતર ઘટી ગયું. પહેલાં અા અંતર ૧૨ ટકા સુધીનું હતું. સંશોધકોની ટીમે કહ્યું કે પુરુષોની સરખામણીમાં મહિલાઅોમાં દારૂ પીવાની બાબત વધી ચૂકી છે. રિપોર્ટ મુજબ ભારતમાં વીતેલા દાયકામાં દારૂની માગ ૫૫ ટકા જેટલી વધી છે. તેનું એક મોટું કારણ અહીંના કિશોરો અને મહિલાઅો તેની લતનો શિકાર બની ચૂક્યાં છે. સંશોધન મુજબ રશિયા અને એસ્ટોનિયા બાદ ભારત અા બાબતમાં ત્રીજા સ્થાન પર છે.

You might also like