હૃદયરોગથી મહિલાઓ રહે સાવધાન…

નાની ઉંમરની સ્ત્રીઓમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે તેના માટે બીજાં ઘણાં બધાં પરિબળો જવાબદાર છે. થોડા સમય પહેલાં દિલ્હીની નેશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટે ૨૦૧૨ના જૂનથી લઈ ૨૦૧૬ના ઑગસ્ટ સુધીમાં હોસ્પિટલમાં દાખલ થયેલા ૧,૨૦,૪૪૪ હાર્ટના દર્દીઓનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. સરવૅ અનુસાર ૪૦ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૨૮ ટકાનો વધારો થયો છે. જ્યારે હાર્ટને લગતી સમસ્યાઓમાં સ્ત્રી દર્દીઓમાં ૧૦ ટકાનો વધારો થયો છે, જે ઘણું ચિંતાજનક છે. આ રિપોર્ટમાં વધુમાં જાણવા મળ્યું કે આ સમસ્યા ખાસ કરીને પ્રી-મેનોપોઝલ, સ્મોકિંગનું વધતું પ્રમાણ, જીવનશૈલીમાં બદલાવ, પોષણયુક્ત ખોરાકની કમી વગેરે જેવાં કારણો જવાબદાર છે.

મહિલાઓમાં હૃદયરોગ થવાનાં કારણો

જીવનશૈલીમાં બદલાવ: આજની મહિલાઓની લાઈફસ્ટાઈલ ઘણી બદલાઈ ગઈ છે. ભૌતિક સાધનસામગ્રી વધતા કાર્ય કરવાની સરળતા થઈ ગઈ છે. બેઠાડુ જીવન, ખાવાપીવામાં તળેલો ખોરાક, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડનુંં વધતું પ્રમાણ, ખોરાક, ઊંઘ અને કસરતની અનિયમિતતા વગેરે જેવાં પરિબળોને લીધે હાર્ટને લગતી સમસ્યા ઊભી થતી હોય છે. હાઈપર ટેન્શન, કૉલેસ્ટેરોલ, ડાયાબિટીસ કે ઓબેસિટી પણ હૃદયરોગ માટેનાં રિસ્ક ફેક્ટર છે.

સ્ટ્રેસઃ જીવનશૈલી બદલાતાની સાથે લોકોમાં સ્ટ્રેસ પણ વધ્યો છે. જે હાર્ટ ડિસીઝ માટે રિસ્કનું ફેક્ટર બની ગયું છે. આજે વર્કિંગ વુમનને ઘર અને ઓફિસ બંનેનું ધ્યાન રાખવું પડતું હોય છે. ત્યારે તેમનામાં સ્ટ્રેસ વધી જતો હોય છે. સ્ટ્રેસને કારણે નાની ઉંમરમાં ચીડિયાપણું, ગુસ્સો,ડિપ્રેશન જેવા સાઈકૉલોજિકલ પ્રોબ્લેમ્સ વધી જતા હોય છે. આમ, સ્ટ્રેસ માનસિક, શારીરિક તેમજ હોર્મોનલ ઇમ્બેલેન્સ માટે જવાબદાર બની રહે છે. જે હાર્ટ પ્રોબ્લેમને આવકારે છે.

હોર્મોનલ ઇમ્બેલેન્સઃ જ્યાં સુધી એસ્ટ્રોજન હોર્મોન મહિલાનું રક્ષણ કરે છે ત્યાં સુધી તેને કોઈ પણ પ્રકારનો હૃદયરોગ થતો નથી પરંતુ આજકાલ હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે મહિલાઓમાં હાર્ટને લગતી તકલીફોની સમસ્યા શરૂ થઈ છે. આ સિવાય બર્થ કંટ્રોલ પીલ્સ, ઇમર્જન્સી પીલ્સ,કૉન્ટ્રાસેપ્ટિવ પીલ્સનું સેવન પણ વધ્યું છે. આ દવાઓ લાંબા ગાળે હૃદયરોગ નોતરે છે. આ સિવાય આવી પીલ્સનો ઉપયોગ હાઈપર ટેન્શન, ડાયાબિટીસ કે માઈગ્રેનની તકલીફવાળી મહિલાઓએ લેવી ન જોઈએ.

માઈગ્રેનનો દુખાવોઃ માઈગ્રેનના દર્દીઓમાં કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ

મૃત્યુનું કારણ બની શકે છે. જે મહિલાઓને માઈગ્રેનની તકલીફ હોય તેમને હાર્ટએટેક સ્ટ્રોક આવવાનું જોખમ વધુ રહેતું હોય છે.

You might also like