વુમન અને વાઈન દ્વારા આઈઅેસઆઈ ફસાવી ગદ્દારી માટે મજબૂર કરે છે

જોધપુર: પઠાણકોટમાં આતંકવાદીઓ પંજાબ સરહદથી ૨૫ કિલોમીટર અંંદર આવ્યા હતા. આર્મી, પોલીસ અને આઈબી તેમને ટ્રેસ કરી શકયાં ન હતાં. કેટલાક ગદ્દારોઅે તેમને મદદ કરી હતી. આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે પાકિસ્તાની ગુપ્તચર અેજન્સી વુમન અને વાઈનનો ઉપયોગ કરી આઈઅેસઆઈ સેના સાથે સંકળાયેલા લોકોને ફસાવી તેમને ગદ્દારી કરવા મજબૂર કરે છે. આ માટે લોકોને ફસાવવા લાહોર અને કરાચીમાં ગેરકાયદે કાલ સેન્ટર ચલાવે છે.

હકીકતમાં આઈઅેસઆઈ થ્રી ડબલ્યુ અેટલે કે વુમન, વાઈન અને વેલ્થની લાલચ આપી લોકોને ગુમરાહ કરે છે. બાદમાં તેમને બ્લેકમેલ‌ કરી તેમને ફસાવે છે. તાજેતરમાં જ આઈઅેસઆઈના ષડ્યંત્રનો પર્દાફાશ થતાં નવા જાસૂસ અને અેજન્ટ પકડાઈ રહ્યા છે. તેમની પાસેથી આ માહિતી મળી રહી છે. આઈઅેસઆઈના લાહાેર અને કરાચીમાં બે કોલ સેન્ટર છે.

અેજન્ટ અથવા સ્લીપર સેલ ભારતમાંથી તેમની પાસે નામ અને મોબાઈલ નંબરની યાદી મોકલાવે છે, જેમાં સેના સાથે સંકળાયેલા લોકો અથવા તેમના સંબંધીઓ અને સેનાના કેમ્પ આસપાસ રહેતા લોકોના નંબર હોય છે. ત્યારબાદ પાંચ તબક્કામાં સર્ચિંગ, ટેલેન્ટ સ્પોર્ટિંગ દ્વારા અેજન્ટ બનાવવાનું કામ આગળ ચાલે છે.

૧૫૦ લોકોને બે હજાર કોલ થાય છે
લાહોર અને કરાચીમાં ચાલતા કોલ સેન્ટર દ્વારા છોકરીઓ ઈન્ટરનેટ કોલ અને સોશિયલ સાઈટથી મિત્રતા કેળવે છે. અેક સપ્તાહમાં ૧૫૦ લોકોને બે હજાર કોલ કરવામાં આવે છે. પાકિસ્તાનથી ઓછુ ભણેલા લોકોના ફોન આવે છે. આ અંગેની પ્રક્રિયામાં ૧૦ થી ૧૨ દિવસ લાગે છે અને તેમાં અેકાદ-બે લોકો ફસાઈ જતા હોય છે.

You might also like