મહિલાઅોને અાતંકી હુમલાઓ માટે તૈયાર કરી રહેલું અાઈઅેસ

લંડન: ઇરાક અને સિરિયામાં પોતાના ગઢમાં પણ કમજોર પડી રહેલા પોતાના ખૂંખાર અાતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે પોતાના અસ્તિત્વને ટકાવવા માટે મહિલાઅોનો સહારો લેવાનું શરૂ કરી દીધું છે. અાઈઅેસઅે મહિલાઅોને હથિયાર ઉઠાવવા કહ્યું છે, જે અાખી દુનિયા માટે ચિંતાનો વિષય છે. અરબી ભાષામાં પ્રકાશિત થતા પોતાના અખબારની નવી અે‌િડશનમાં અાતંકી સંગઠને મહિલા સમર્થકોને અપીલ કરતાં કહ્યું કે અા તેમનું કર્તવ્ય છે કે તેઅો જેહાદમાં ભાગ લે.

‘ધ ઇન્ડિપેન્ડેન્ટ’ના રિપોર્ટ મુજબ લેખમાં કહેવાયું છે કે ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ છેડાયેલ જંગને જોતાં મુસ્લિમ મહિલાઅો માટે એ જરૂરી થઈ ગયું છે કે તેઅો મુજા‌િહદ્દીનોને મદદ કરવાની સાથે સાથે તમામ મોરચા પર પોતાનું કર્તવ્ય પૂર્ણ કરે.

એટલું જ નહીં, મહિલાઅોને પણ અપીલ કરાઈ છે કે તેઅો અલ્લાના અાદેશ પર પોતાની જાતને ઇસ્લામની રાહમાં સમર્પિત કરવા માટે તૈયાર રહે. અા લેખમાં પયગંબર મોહંમદનું ઉદાહરણ અાપતાં મહિલાઅોની જંગમાં જવાની વાતને યોગ્ય ઠેરવવામાં અાવી છે અને કહેવાયું છે કે ઇસ્લામના સુવર્ણકાળમાં મહિલાઅોઅે અા ભૂમિકા અદા કરી હતી.

અા પહેલાં ઇસ્લામિક સ્ટેટે મહિલાઅોને યુદ્ધમાં લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. મહિલાઅોને અાતંકવાદીઅો સાથે લગ્ન કરવા, પ્રોપેગેંડા ફેલાવવા અને બાળકોમાં કટ્ટરતા ઊભી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં અાવતી.

ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ધ સ્ટડી અોફ રે‌િડક્લાઈઝેશન એન્ડ પોલિટિકલ વાયોલન્સના સિનિયર રિસર્ચ ફેલો શીર્લી વિન્ટરે કહ્યું કે અા પ્રોપેગેંડાના નિર્દેશકોથી જાણવા મળે છે કે ઇસ્લામિક સ્ટેટ હવે કેવી ખતરનાક રણનીતિ તૈયાર કરે છે, તેના ઘણા પ્રભાવ હશે. સૌથી મોટી વાત અે હશે કે તેની અસર કાઉન્ટર ટેરરિઝમ પર પડશે. અા ઉપરાંત ‌િસરિયા અને ઇરાકમાં અાતંકવાદ વિરુદ્ધ જારી જંગ પણ પ્રભાવિત થશે.

You might also like