દિયર મારી છાતી દબાવીને મને કિસ કરવા પ્રયત્ન કરતો : યુવતીનો આપઘાત

સુરત : લિંબાયતની એખ યુવતીએ પતિ અને દિયરનાં ત્રાસથી કંટાળીને અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પરિણીત યુવતીએ કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરતા તેને તાત્કાલીક સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીદા હતા. યુવતીએ ડાઇંગ ડેક્લેરેશનમાં જણાવ્યું હતું કે હું ગર્ભવતી હોવા છતા મારો પતિ મને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. મારા પેટ પર લાતો મારતો અને દહેજ લાવવા માટે મારા પર દબાણ કરતો રહેતો હતો.

બીજી તરફ પરિવારનાં અન્ય લોકો પણ દહેજ માટે દબાણ કરતા રહેતા હતા. દિયર પણ દહેજનાં બહાને તેની સાથે મારઝુડ કરતો હતો. તેની છાતી દબાવતો હતો. તેને કિસ કરવાનો પ્રયત્ન કરતો હતો. પોલીસે મહિલાની ડાઇંગ ડેક્લેરેશનનાં આધારે ફરિયાદ નોંધીને પતિ અને સાસરીયા સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી હતી.

પુજાનો આરોપ હતો કે ડોઢ વર્ષ પહેલા તેના લગ્ન સંદિપ પાટીલ સાથે થયા હતા. જો કે સંદિપ વારંવાર તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. પિયરમાંથી વારંવાર દહેજ લાવવા માટે દબાણ કરતો હતો. તે પાંચ માસનો ગર્ભ હોવા છતા પણ તેને માર મારતો હતો. અને ગર્ભ હોવા છતા પણ પેટ પર લાતો મારતો હતો. જેનાંથી કંટાળીને પુજાએ અગ્નિ સ્નાન કર્યું હતું.

You might also like