યુવતીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરતાં ચકચાર

અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં એક યુવતીએ રહસ્યમય સંજોગોમાં અાત્મહત્યા કરતાં અા ઘટનાએ ચકચાર જગાવી છે. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારમાં વિક્રમ ‌ મિલ  સામે અાવેલ ચંદુલાલની ચાલી ખાતે રહેતી પાયલ અમિતભાઈ પટણી નામની ૨૦ વર્ષની યુવતીએ રાત્રીના ૯.૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાતાં તેને ગંભીર હાલતમાં શારદાબહેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવી હતી, પરંતુ સારવાર મળતાં પહેલાં જ અા યુવતીનું મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસે તાત્કા‌િલક પહોંચી જઇ કાર્યવાહી શરૂ કરી પૂછપરછ હાથ ધરી હતી, પરંતુ યુવતીના અાપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

You might also like